• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા ~ 6 કરોડની જોગવાઈ

સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા ~ 6 કરોડની જોગવાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર . સુરત

શહેરમાંપ્રાથમિક સુવિધા ઊભી કરવાની મોટાભાગની કામગીરી પાલિકાએ પૂર્ણ કરી દીધી હોવાથી હવે શહેરની સુંદરતામાં વધારો થાય અને સુરત આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બને તે પ્રમાણેનું આયોજન કરવામાં આવશે. માટે શહેરના રસ્તા, ટ્રાફિક સર્કલ, તાપી નદીના કિનારા, તળાવ, ડુમસના દરિયા કિનારાની સુંદરતામાં વધારો કરવા નવી ડિઝાઇન બનાવવાની કામગીરી સોંપાશે.

મહાપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સિટી બ્યુટિફિકેશનની કામગીરી માટે 6 કરોડની જોગવાઇ કરી છે, જેથી શહેરની સુંદરતામાં કેવી રીતે વધારો કરી શકાય તે માટેનું ભવિષ્યનું આયોજન કરવા સાથે સાથે પાલિકાના તમામ પ્રોજેકટની અલગ ઓળખ ઊભી થાય તેને ધ્યાનમાં રાખીને નવેસરથી ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરાશે. કામગીરી બે સ્ટેજમાં કરવામાં આવશે, જે માટેનો નિર્ણય લેવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

} શહેરનો માસ્ટર પ્લાન તૈયાર કરાશે

} જરૂરિયાત અને તેનું આયોજન

} નવા પ્રોજેકટને લગતી ડિઝાઇન

} બસ સ્ટોપની ડિઝાઇન

} રસ્તાની ડિઝાઇનમાં ફેરફાર કરાશે

} કચરાપેટી, સ્ટ્રીટ લાઇટ અને બાકડાની નવી ડિઝાઇન તૈયાર

} પે એન્ડ યૂઝ ટોયલેટ બ્લોકની ડિઝાઇન

} ટ્રાફિક આયલેન્ડની સુંદરતામાં વધારો

} પાર્કિંગ એરિયાની ડિઝાઇન પણ બદલાશે

શરૂઆતમાં કામગીરી થશે

90 ટકા વિસ્તારોમાં પ્રા.સુવિધા

શહેરના90 ટકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડી દેવાની કામગીરી પાલિકાએ પૂર્ણ કરી દીધી હોવાથી હવેથી શહેરની સુંદરતામાં વધારો થાય તે માટેનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે.

નવેસરથી ડિઝાઇન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરાશે

સ્થાયી સમિતીમાં ‘સિટી બ્યુટિફિકેશન’ માટેની દરખાસ્ત રજૂ

અન્ય સમાચારો પણ છે...