• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અમિત શાહની આગેવાનીમાં પેજ પ્રમુખનું સંમેલન 7મીએ

અમિત શાહની આગેવાનીમાં પેજ પ્રમુખનું સંમેલન 7મીએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્રકાર પરિષદમાં માહિતી આપતા પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યુ હતું કે મતદાર યાદીમાં એક પેજ પર 50 જેટલા મતદારો હોય છે. જેથી મતદારો સાથે સંપર્ક રાખવા માટે ભાજપે પેજ પ્રમુખ બનાવ્યા છે. આવા એક લાખ કરતા વધુ પેજ પ્રમુખને સંબોધન કરવા માટેના સંમેલનનું આયોજન આગામી 7મી જુલાઇના રોજ કરવામાં આવ્યુ છે. તેમાં દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાના પેજ પ્રમુખને સન્માનવાની સાથે તેઓને જુસ્સો પુરવા માટે સંબોધન કરવામાં આવશે. માટેની તૈયારીઓ પણ પુરી કરી દેવામાં આવી છે તેમજ આઠ જિલ્લામાંથી પેજ પ્રમુખોને પણ ચીખલી પાસે લઇ જવા માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પત્રકાર પરિષદમાં વિધાનસભાના દંડક અજય ચોકસી, શહેર ભાજપ પ્રમુખ નિતીન ભજિયાવાલા, ધારાસભ્ય ઝંખના પટેલ, સંગીતા પાટીલ, પ્રફુલ પાનશેરીયા તેમજ શહેર ભાજપના મહામંત્રી મદનસિંહ અટોદરીયા, જગદીશ પટેલ અને કિશોર બિંદલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ચીખલીમાં દ. ગુજરાતના કાર્યકર્તાઓને સંબોધશે