કાર્ગો ટર્મિનલનાં ટેન્ડર ટૂંકમાં ઈશ્યુ કરાશે
સુરત | સુરતએરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ બનાવવા માટેની મંજૂરી મળ્યા બાદ તાજેતરમાં સુરત એરપોર્ટ ડાયરેક્ટર દિલીપ સંજનાનીએ મુંબઈ રિઝનલ ઓફિસને એક પત્ર લખી કાર્ગો ટર્મિનલના ટેન્ડર ઈશ્યુ કરાઇ તેવી માંગણી કરી છે. કાર્ગો ટર્મિનલ રૂા. 10.37 કરોડના ખર્ચે ફેસિલિટીવાળું બનાવવાનું આયોજન છે. કાર્ગો ટર્મિનલ સુરત એરપોર્ટ ફાયર વિભાગની સામે આવેલી જમીન પર 14,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર 10,800 સ્ક્વેર ફૂટનો અને 1 ફર્સ્ટ ફ્લોર 3,200 સ્ક્વેર ફૂટનો બનાવવામાં આવશે. અંગે એરપોર્ટ સૂત્રો જણાવે છે કે, હવે ટૂંક સમયમાં ટેન્ડર ઈશ્યુ કરાશે.