સુરતમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકરે ખંડણી વસૂલી
પેટીએમ દ્વારા રૂ. 7400 ચુકવ્યા બાદ વધુ 5500 માગ્યા
પાર્લેપોઈન્ટસરગમ શોપિંગ સેન્ટર પાસે કિરણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પુજાબેન દાની ફેશન ડીઝાઈનર છે. 23 જુને અજાણ્યાનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને ‘હું મુંબઈ પુણા ક્રાઈમબ્રાંચ ઓફીસ માંથી બોલુ છું. શુ તમારે તમારૂ એકાઉન્ટ બ્લોક કરાવવું છે’ તેમ જણાવ્યુ હતુ. જેથી પુજાબેને તેને એકાઉન્ટ બ્લોક કરવાની ના પાડતા તેણે ‘તમારા એકાઉન્ટ વેરીફીકેશન માટે હું તમને જે ઓ.ટી.પી. નંબર મોકલુ તે તમારે મને આપવાનો રહેશે’ તેમ કહી તેમની પાસેથી તેમના ફેસબુક, ઈન્સ્ટાગ્રામની માહિતી મેળવી હતી ત્યાર બાદ તેણે પાસવર્ડની મદદથી પુજાબેનનુ એકાઉન્ટ હેક કરી પુજાબેન પાસેથી પેટીએમ મારફતે રૂ.7400 અને બાદમાં રૂ.5500ની ખંડણી માંગી હતી. આખરે પુજાબેને ઉમરા પોલીસ મથકે હેકર સામે ફરીયાદ નોંધાવી હતી.