વરાછામાં દારૂ-જુગારના અડ્ડે રેઇડ 16 બાઇક કબજે
સુરત | વરાછામાંઅશોકનગર ઝૂંપડપટ્ટીમાં રેલવે ટ્રેક નજીક દારૂ-જુગાર અને ગાંજાનું દૂષણ હોવાથી વરાછા પોલીસે રેઇડ કરી હતી. જો કે પોલીસની રેઇડ પહેલાં ત્યાંથી લોકો બાઈક-મોપેડ મૂકીને ભાગી ગયા હતા. ડી સ્ટાફે મંગળવારે રાત્રે અશોકનગર ઝૂંપડપટ્ટીમાં રેઇડ પાડી હતી. પોલીસને જોઈને નશાખોરો બાઈક ત્યાં મૂકીને ભાગ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.2.51 લાખની કિંમતની 16 બાઈકો કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.