બાપ-દીકરાએ એક ફ્લેટ 3ને વેચી ઠગાઇ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કતારગામમાં જલારામ કોમ્પલેક્ષમાં રહેતા અને હીરાની દલાલી કરતા હરેશ રાઘવ વરીયાએ થોડા વખત પહેલા કતારગામ ચીકુવાડી ખાતે આશીર્વાદ કોમ્પલેક્ષમાં ફલેટ કબજા રસીદથી લીધો હતો. રૂ.5.75 લાખની રકમ આપીને હીરાદલાલે પારસ વલ્લભ નારીગરા અને તેના પિતા વલ્લભ બચુ નારીગરા(બન્ને રહે,નંદનવન સોસાયટી,કોઝવે રોડ)પાસે વકીલની ઓફિસમાં કબજા રસીદ બનાવીને વેચાણથી ફલેટ લીધો હતો. તેમ છતાં બન્ને બાપ-દીકરાએ પાછી બીજી કબજા રસીદ બનાવીને અન્ય કોઈને વેચાણ કરીને લાખોની રકમ પડાવી હતી. ત્યાર પછી ફ્લેટને અન્ય કોઈને વેચાણ કરી દેવામાં આવ્યો હતો. આવી રીતે ત્રણ ત્રણ વાર એક ફલેટ વેચાણ કરીને લાખોની રકમ લઈને બન્ને બાપ-દિકરા રફુચક્કર થઈ ગયા હતા. હીરાદલાલે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બન્ને બાપ-દિકરા સામે ચીટિંગનો ગુનો નોંધ્યો હતો.