સમાધાન માટે દબાણ બાદ તલવારથી ઘાતક હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઠેનામાંએક વર્ષ અગાઉ થયેલી હત્યાના કેસમાં સમાધાન માટે ધમપછાળા કરી રહેલા હત્યાના આરોપી દ્વારા સાગરીતો સાથે મૃતકના પરીવાર પર હુમલો કરાયો હતો. ખુલ્લી તલવારો સાથે હુમલાખોરો ધસી જતા બે જુથ સામ સામે આવી ગયા હતા. મંગળવારની રાત્રે થયેલી બબાલમાં 8 જેટલા લોકો ઘવાયા હતા.

ભાઠેના ઉમીયા માતાના મંદિરની પાછળ પંચશીલનગર ખાતે રહેતા રૂબિનાબેન અબ્દુલ કહાર સત્તાર શેખના ભાઈ મજીદખાનની એપ્રીલ 2016માં હત્યા થઈ હતી. મજીદખાનની હત્યાના આરોપમાં જેલ ભેગા થયેલા અને હાલમાં જેલ માંથી જામીન પર બહાર આવેલા આરોપી ઈમરાન ઉર્ફે બુઢવ દ્વારા મજીદખાનની હત્યાના કેસમાં સમાધાન કરી લેવા માટે રૂબીનાબેનના પતિ અબ્દુલ કહાર શેખ પર દબાણ કર્યુ હતુ જોકે તેઓ દબાણને વશ થયા હતા. જેથી મંગળવારે રાત્રે ઈમરાન ઉર્ફે બુઢવ તેના સાગરીતો મોહમદ અકરમ, મોહમદ અબરામ, શેખ અલ્તાફ, મોહમદ ઈસરાર, વસીમુદ્દીન ઉર્ફે બાબા અને શાહરૂખ શેખ સાથે તલવાર, લાકડાના ફટકા સહીતના હથીયારો સાથે ત્યા ધસી ગયા હતા અને અબ્દુલ કહાર શેખ પર તલવાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આસપાસના રહીશો પણ વચ્ચે છોડાવવા માટે જતા હુમલાખોરોએ તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા અબ્દુલ શેખ સહીત આઠેક જણાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટ ખસેડાયા હતા. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે રૂબીનાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ઈમરાન સહીત 7ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ભાઠેનામાં હત્યાનું ચકચારી પ્રકરણ

અન્ય સમાચારો પણ છે...