વૃદ્ધે CPને રજૂઆત કરતાં 40 દિ’ પછી ફરિયાદ લેવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામમાંવૃદ્વએ કબાટની ચાવી બનાવવા માટે સરદારજીને ઘરે બોલાવ્યા અને ગણતરીના કલાકોમાં સરદારજી એક લાખના દાગીના તફડાવીને ત્યાંથી ફરાર થયા હતા. વૃદ્વએ સ્થાનિક પોલીસને જાણ કરી છતાં ફરિયાદ નોંધતા આખરે પોલીસ કમિશનરને રજૂઆત કરતા કતારગામ પોલીસે 40 દિવસ પછી મામલે ચોરીની ફરિયાદ નોંધવાની તસ્દી લીધી હતી. બડાગણેશ મંદિરના સીસીટીવી કેમેરામાં સરદારજીનો ચહેરો દેખાય આવતા પોલીસે તે ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. કતારગામ સુમુલ ડેરી રોડ પર શ્રીનિકેતન સોસાયટીમાં રહેતા અને પાંડેસરામાં એન્જિનિયરિંગનો ધંધો કરતા જગદીશસિંઘ વજીરસિંધ 19મી મે ત્રણ કબાટની ચાવી બનાવવા માટે સરદારજીને ઘરે બોલાવ્યો હતો. સરદારજીએ બે કબાટની ચાવી બનાવીને એક કબાટની ચાવી બનાવવામાં વૃદ્વ અને તેની પત્નીનું માઇન્ડ વોશ કરીને કબાટમાંથી રૂ.95 હજારના દાગીના અને રોકડ ચોરી કરી ભાગી ગયા હતા. જ્યારે હાલમાં ઘરેણાંની કિંમત ગણવા જાય તો સવા બે લાખની થાય છે એમ પણ વૃ્દ્વએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...