શાસનાધિકારીના ઇન્ટરવ્યુ ખડી સમિતિમાં લેવાયા
સુરત |સમિતિમાં શાસનાધિકારી તરીકે ભરતી કરવા માટે બુધવારે ખડી સમિતિમાં 48 પૈકી 43 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. પરંતુ તેમાં કોને નિમણૂંક આપવામાં આવશે તેનો નિર્ણય આગામી 5મી જુલાઇના રોજ હાઇકોર્ટમાં કરેલા કેસની સુનાવણી બાદ કરવામાં આવશે.
સમિતિમાં વિવાદાસ્પદ કામગીરીને કારણે તગેડી મુકાયેલા શાસનાધિકારી હિતેશ માખેચાએ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરીને શાસનાધિકારીની ભરતી પ્રક્રિયા અટકાવવા માટે કેસ કર્યો છે. તેની સુનાવણી આગામી 5મી જુલાઇના રોજ થવાની છે. જ્યારે બુધવારે ખડી સમિતિએ શાસનાધિકારી તરીકે આવેલા 48 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. તે પૈકી 43 ઉમેદવારો હાજર રહેતા તમામની ઇન્ટરવ્યુ પ્રક્રિયા પાર પાડી દેવામાં આવી હતી. પરંતુ તેમાં કોને નિમણૂંક આપવી તેનો નિર્ણય 5મી જુલાઇના રોજ યોજાનારી સુનાવણી પછી કરવામાં આવશે.
HCમાં 5મી જુલાઈની સુનાવણી પછી નિર્ણય