• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે એસ.ડી. જૈન શાળાના બાળકોએ સ્કૂલ બસનો ઉપયોગ કરવો પડશે, નહીંતર પેનલ્ટી ફટકારાશે

હવે એસ.ડી. જૈન શાળાના બાળકોએ સ્કૂલ-બસનો ઉપયોગ કરવો પડશે, નહીંતર પેનલ્ટી ફટકારાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુમાં આવેલ એસ.ડી.જૈન સ્કૂલના વાલીઓએ ફી નિયમન કમિટી જ્યાં સુધી ફી નક્કી નહીં કરે ત્યાં સુધી ફી ભરવાનો નિર્ધાર કર્યો હતો. જો કે સરકારે ત્રણ મહિનાની ફી ભરવા માટે સૂચના આપતાં મોડે-મોડેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ ફી ભરવા માટે શાળામાં ગયા હતા. જો કે શાળામાં ફી ભરનાર વાલીઓને મેનેજમેન્ટ દ્વારા એક ફોર્મ પકડાવી દેવામાં આવ્યું હતું. ફોર્મમાં લખ્યું હતું કે બાળકોને શાળાની બસમાં સ્કૂલે આવું પડશે. સ્કૂલની ટ્રાન્સપોર્ટેશન સેવા સિવાય વાન, રિક્ષા કે અન્ય વાહનોમાં બાળક શાળામાં આવી શકશે નહીં. જો કોઇ વાલી સ્કૂલની ટ્રાન્સપોર્ટેશન સેવા સિવાય અન્ય વાહનોમાં બાળકોને શાળાએ મોકલતા નજરે પડશે તો સ્કૂલ દ્વારા વાલીઓને પેનલ્ટી ફટકારવામાં આવશે. વાલી જાતે બાળકોને મૂકવા આવી શકશે. આમ સ્કૂલ દ્વારા ટ્રાન્સપોર્ટેશન માટે દબાણ કરવામાં આવતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બે કલાક સુધી વાલીઓએ વિરોધ કર્યો હતો.

એક્ટિવિટીના નામે 25 હજાર ખંખેરાય છે | એસ.ડી.જૈનશાળામાં એક્ટિવિટીના નામે વાર્ષિક રૂપિયા 25 હજાર વાલીઓ પાસે ખંખેરવામાં આવે છે. માતબર રકમ વસુલવા છતાં એક્ટિવિટીના નામે મીડું હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો છે. એક્ટિવિટી પણ ફરજિયાત કરાવવા સ્કૂલમાંથી દબાણ કરવામાં આવતું હોવાની વાલીઓની ફરિયાદ છે.

બસના વાર્ષિક રૂા. 19 હજાર તો વાનના 9 હજાર

વાલીઓએજણાવ્યું હતું કે સ્કૂલ બસના વાર્ષિક લગભગ 19 હજાર રૂપિયા થાય છે. જેની સામે વેનના 9 હજાર થાય છે. આમ સ્કૂલ બસ અને વેન વચ્ચે રૂપિયા 10 હજારનો મોટો અંતર હોય વાલીઓ સ્કૂલ સંચાલક પાસે ફરિયાદ લઇને ગયા હતા. જ્યાં સંચાલકોએ બે દિવસમાં વિચારી નિર્ણય લેવા જણાવ્યું હતું.

વાલીઓ જાતે મૂકવા આવી શકે પણ અન્ય વાહનોમાં બાળકો પર આવવા પર પ્રતિબંધ

ફી ભરવા આવેલા વાલીઓને ટ્રાન્સપોર્ટેશનના ફોર્મ પકડાવી દેવાતાં હોબાળો

અન્ય સમાચારો પણ છે...