• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના 50મા દીક્ષાદિન નિમિત્તે બાઇક રેલી

આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના 50મા દીક્ષાદિન નિમિત્તે બાઇક રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત દિગમ્બર જૈન સમાજના પ્રેસિડેન્ટ આશિષભાઇ જૈને જણાવ્યું હતું કે મહામનીષી સંત શિરોમણી આચાર્ય પ્રવર 108વિદ્યાસાગરજીનો આષાઢ શુક્લ પંચમી 28 જૂન 2017ના રોજ 50મોં દીક્ષા દિવસ હતું. ત્યારે પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનું સકળદિગમ્બર જૈન સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગને સ્વર્ણિમ સંયમ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત 27મી જૂન મંગળવારના રોજ ધર્મ પ્રભાવના માટે બાઈક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7:15વાગે આઠવા ગેટ વનિતા વિશ્રામ થી વી.આર. મોલ સુધી બાઇકર શોનું આયોજન કરાવ્યું હતું. ત્યારબાદ 28મી જૂન બુધવારના રોજ રથયાત્રા નીકળી હતી.સવારે 8:30વાગે પાર્લેપોઇન્ટ મંદિરથી તેરાપંથ ભવન સુધીની રથયાત્રાનો આરંભ થયો હતો.સવારે 10વાગે તેરાપંથ ભવનમાં શ્રીજીનો અભિષેક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આચાર્યશ્રી 108વિદ્યાસાગર મહારાજની સંગીતમય પૂજા,મંડળ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઇ હતી. ત્યારબાદ વિરાજિત આચાર્ય મુનિ આરયિકા સંઘનું પ્રેરક ઉદ્દબોધન અને ગણમાન્યવ્યક્તિઓનું વક્તવ્ય થયું હતું.10:45વાગે સ્વામી વાત્સલ્યનું આયોજન થયું હતું.

સંયમ મહોત્સવ : આખા વર્ષ દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

દિગમ્બર જૈનાચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજીની દીક્ષાની ઉજવણી પ્રસંગે બુધવારે પારલે પોઇન્ટ જૈન દહેરાસરથી યાત્રા નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...