• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રહેણાકમાં ચાલતાં કારખાનાં બંધ કરાવવા વરાછા ઝોન પર મોરચો

રહેણાકમાં ચાલતાં કારખાનાં બંધ કરાવવા વરાછા ઝોન પર મોરચો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાળી-વેલણ વગાડીને રહીશોએ કાર્યવાહી કરવા માગણી કરી

રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃતિ કે હીરાનાં કારખાના ચલાવવા ગેરકાયદે હોવા છતાં વરાછામાં અનેક જગ્યા પર આવી રીતે અનેક સોસાયટીમાં કમર્શિયલ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. આવી પ્રવૃતિ બંધ કરાવવા માટે સ્થાનિક રહીશો પાલિકામાં અનેક રજુઆત કરતા હોવા છતાં તેનુ નિરાકરણ આવતું નહીં હોવાથી રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેના નિરાકરણ માટે આજે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાની આગેવાનીમાં મીરા નગર સોસાયટીમાં રહેતા 185 પરિવારના 300થી વધુ લોકો મોરચો લઇ જઇને વરાછા ઝોનમાં રજુઆત કરી હતી.તેમાં અધિકારીઓ તાત્કાલિક રહેણાંક વિસ્તારમાં ચાલતી કમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવા માટે જાગે તે માટે મોરચો લઇને આવેલા રહીશોએ થાળી વેલણ વગાડીને સમગ્ર ઝોન ઓફિસને ગજવી દીધી હતી.

નાણાંના જોરે રહેણાક વિસ્તારમાં ધમધમતી કમર્શિયલ પ્રવૃત્તિઓ

મીરાંનગરના રહીશોએ વરાછા ઝોનના ઝોનલ ઓફિસરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે પ્રવૃતિ શરૂ થઇ ત્યારથી પ્રમુખ સહિતના રહીશો પર વિવિધ સ્તરે રજુઆત કરતા આવ્યા છે. પરંતુ આવી પ્રવૃતિ બંધ થવાને બદલે તેમાં સતત વધારો થઇ રહ્યો છે.કારણ કે નાણાંના જોરે આવી પ્રવૃતિ બંધ કરાવવાને બદલે કેટલાક કર્મચારીઓ પ્રોત્સાહન આપી રહ્યા છે.

કારખાનેદારો પાસે ગુમાસ્તાનાં લાઇસન્સ પણ નથી

રહેણાંકવિસ્તારમાં બનાવાયેલા હીરાનાં કારખાના અને ગોડાઉનવના ગુમાસ્તાનું લાઇસન્સ પણ લીધું નથી. જેની જાણ પાલિકાને હોવા છતાં આવા કારખાનેદારો સામે કાર્યવાહી કરતા નથી. જ્યારે અન્ય સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને સીલ મારી દેવા સુધીની કાર્યવાહી કરાય છે. જેથી મીરાનગરમાં ગેરકાયદે ધમધમતા હીરાનાં કારખાનામાં પાલિકાના કેટલાક કર્મચારીઓની પણ રહેમનજર હોવાની ચર્ચા વિસ્તારમાં થઇ રહી છે.

વરાછાનાં મીરીનગરમાં થયેલા કારખાનાઓ ની વિરુધ્ધ માં સ્થાનીક રહેવાસી પાલીકાની વરાછા ઝોન કચેરી ખાતે આવેદન પત્ર આપ્યુ હતંુ. તસવીર-મનોજતેરૈયા