તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • { ભાજપનો સ્પષ્ટ મેન્ડેટ, છતાં ક્રોસ વોટિંગ કરાયું

{ ભાજપનો સ્પષ્ટ મેન્ડેટ, છતાં ક્રોસ વોટિંગ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ભાજપનો સ્પષ્ટ મેન્ડેટ, છતાં ક્રોસ વોટિંગ કરાયું

{ કોંગ્રેસને 34 મતને બદલે 35 મત મળતાં અચરજ

પોલિટિકલ રિપોર્ટર . સુરત

વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહાપાલિકાના એક પ્રતિનિધિને સેનેટ સભ્ય તરીકે મોકલવા માટે શુક્રવારે યોજાયેલી કોર્પોરેટર વચ્ચેની ચૂંટણીમાં ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસના ઉમેદવારને મત આપતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. કારણ કે ભાજપે તમામ કોર્પોરેટરોને સ્પષ્ટ મેન્ડેટ આપ્યો હોવા છતાં ક્રોસ વોટિંગ કરાયું હતું.

મહાપાલિકાના એક કોર્પોરેટરને યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે મોકલવા માટે ભાજપ તરફથી અનિલ ગોપલાણીએ ઉમેદવારી કરી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી ભદ્રેશ પરમારે ઉમેદવારી કરી હતી. બંને ઉમેદવારો વચ્ચે શુક્રવારે મહાપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. તે પહેલા શાસક પક્ષના નેતાએ ભાજપના તમામ સભ્યોને સ્પષ્ટ મેન્ડેટ આપી દઇને અનિલ ગોપલાણીને મત આપવા જણાવ્યું હતું. તે પ્રમાણે કોંગ્રેસે પણ મેન્ડેટ આપી દીધો હતો. મતગણતરીમાં કોંગ્રેસના અશોક જીરાવાલા અને મનોજ ચોવટીયા જ્યારે ભાજપના મગ્નાદે‌વી શુકલા ગેરહાજર હતા. જ્યારે બે બેલેટમાં મત ખોટી રીતે આપ્યા હોવાથી રદ કરાયા હતા જેથી ભાજપને 77 અને કોંગ્રેસને 34 મત મળવા જોઇતા હતા. જો કે, ભાજપને 76 અને કોંગ્રેસને 35 મત મળતા ભાજપમાં સોપો પડી ગયો હતો. કારણ કે કોંગ્રેસના 36 કોર્પોરેટર પૈકી બે ગેરહાજર હોવાથી 34 મત મળવા જોઇતા હતા. તેને બદલે 35 મત મળતાં ભાજપના એક સભ્યએ મત આપ્યો હોવાનું ફલિત થયું હતું, જેથી ભાજપના ઉમેદવાર અનિલ ગોપલાણીની જીત કરતા ભાજપના સભ્યના ક્રોંસ વોટિંગની ચર્ચા વધારે હતી.

બેસભ્યને મત આપતા પણ નહીં આવડતા રદ : બેકોર્પોરેટરોને મત કેવી રીતે આપવો તે પણ આવડતું નહોતું. બેલેટ પેપર પર આંકડો લખવાનો હતો. જ્યારે એક કોર્પોરેટરે તો ઉમેદવારની કોલમમાં નંબર લખી દીધો. તો બીજાએ પહેલા નંબર લખ્યા બાદ તેને છેકીને ફરી નંબર લખ્યો હોવાથી બે મત રદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...