તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અડાજણમાં વેપારીના પુત્રનો છઠ્ઠા માળેથી મોતનો ભૂસકો

અડાજણમાં વેપારીના પુત્રનો છઠ્ઠા માળેથી મોતનો ભૂસકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરકેનાલ રોડ સ્થિત સ્તુતિ આયકોન એપાર્ટમેન્ટના છઠ્ઠામાળેથી મધરાત્રીએ એક 19 વર્ષીય કાપડ વેપારીના પુત્રએ કૂદી જઈ આપઘાત કરી લીધો હતો. રાજસ્થાની કાપડના ધંધા સાથે સંકડાયેલા સિંધી રામવાની પરિવાર સંબંધીના મૃત્યુ પ્રસંગે વતન ગયો હતો ત્યાંથી પુત્ર એકલો પરત ફર્યો હતો અને આકરું પગલું ભરી લીધું હતું.

સિવિલ તથા અડાજણ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અડાજણના પાલનપુર કેનાલ રોડ પર સ્તુતિ આયકોન એપાર્ટમેન્ટ ખાતે મનોહરલાલ રામવાની પત્ની અને નાના પુત્ર અમરીત (19) સાથે ચાર મહિના પહેલા કાપડના ધંધાર્થે આવી ભાડેથી રહેતા હતાં. તેમનો મોટો પુત્ર ગીરધર રાજસ્થાનના ભીલવાડા વતનમાં કાપડની દૂકાન ધરાવે છે. તેથી અમરીત સુરત ખાતે કાપડનો ધંધો કરવા આવ્યાં હતાં. દરમિયાન ગત ગુરુવારે રાત્રીએ અમરીત ઘરે એકલો હતો તેના માતા-પિતા વતન હતાં તેવા સંજોગોમાં તેણે છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. તેને માથા, શરીરે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સમાં સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં અડાજણના એએસઆઈ પરેશભાઈ ઘટના સ્થળે પહોંચી જઈ પંચનામું કરી લાશને સિવિલ ખસેડી હતી. તેના ભાઈ ગરધરને જાણ થતાં લાશનો કબજો લઈ અંતિમવિધિ અર્થે રાજસ્થાન લઈ જવાઈ હતી.

પુત્રે એકલો પરત ફરી આપઘાત કર્યો

પરિવાર વતનમાં ગયો હતો

અન્ય સમાચારો પણ છે...