તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તારા કારણે મારા લગ્ન પણ તૂટ્યા કહીને દીકરાએ પિતાની હત્યા કરી

તારા કારણે મારા લગ્ન પણ તૂટ્યા કહીને દીકરાએ પિતાની હત્યા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરાઆસ્તિકનગરમાં એક વૃદ્ધની તેનાજ દીકરાએ હત્યા કરી હતી. પિતા પત્ની સાથે ઝગડો કરીને હેલફેલ બોલતો હતો ત્યારેજ દીકરો આવી જતા દીકરાએ પિતાને પેટ અને છાતીના ભાગે લાતો મારતા કહ્યું કે તારા કારણે મારું લગ્નજીવન પણ તુટી ગયું હતું. બીજા દિવસે સારવાર દરમિયાન વૃદ્ધ પિતાનું મોત નિપજ્યું હતું.

અંગે લિંબાયત પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર લિંબાયતમાં ગોડદરા વિસ્તારમાં આસ્તિકનગરમાં ભોલા બાબાના મંદિર પાસે ખંડુ મહાદુ પાટીલ(ઉ.વ.65) પરિવાર સાથે રહે છે. તે હમેશા તેની પત્ની પુષ્પા સાથે કોઈને કોઈ કારણથી ઝગડો કરતો હતો. બુધવારે રાત્રે પણ તે તેની પત્ની પુષ્પા સાથે ઝગડો કરતો હતો. તે પત્ની પુષ્પાને ચારીત્ર બાબતે હેલફેલ બોલતો હતો. તેજ સમયે તેનો દીકરો અશોક(ઉ.વ.28) આવી ગયો હતો. અશોકે પિતા ખંડુભાઇ સાથે ઝગડો કરકવા લાગ્યો હતો. ખંડુભાઇ અશોકને પણ હેલફેલ બોલતા અશોક ઉશ્કેરાયો હતો. અશોકે ખંડુભાઇને પેટ અને છાતીના ભાગે લાતો મારી હતી. અશોક ત્યારે પિતાને કહ્યું કે તારા આવા સ્વભાવ અને ઝગડાના કારણે મારુ લગ્નજીવન પણ ભાંગી ગયું હતું. ત્યાર તો બધા શાંત થઇ ગયા હતા. સવારે ખંડુ પાટીલ જાતે નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોંચી ગયા હતા. ત્યાં ઇ-3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે રાત્રે ખંડુભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ખંડુભાઇએ સિવિલ હોસ્પિટલમાં સરનાનું આખુ નહીં લખાવતા આજ રોજ લિંબાયત અને ઉધના પોલીસ બંનેને હેરાન થવું પડ્યું હતું. છેલ્લે લિંબાયત પોલીસ મથકમાં પુષ્પા પાટીલે દીકરા અશોક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને અશોકની ધરપકડ કરી હતી.

ઉધનાપોલીસના કારણે પોલીસ થઇ હેરાન : ગુરુવારેરાત્રે ખંડુભાઇને દીકરાએ માર માર્યો હતો. 25 તારીખે ખંડુભાઇ જાતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ગયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાંથી ઉધ્ના પોલીસને જાણ કરાઇ કે ખંડુભાઇ નામના પેશન્ટને માર મરાયો છે અને તેને દાખલ કરાયો છે. તેમ છતા ઉધના પોલીસે હોસ્પિટલમાં જઇને તપાસ કરવાની તસ્દી લીધી નહતી. 25 મી તારીખે રાત્રે ખંડુભાઇનું અવસાન થતા તેનું સરનામું શોધવા ઉધના પોલીસની સાથે લિંબાયત પોલીસને હેરાન થવું પડ્યું હતું.

પેટ-છાતીના ભાગે લાતો મારતા બીજા દિવસે દમ તોડ્યો

ગોડાદરામાં આંતરિક ઝઘડાનો કરૂણ અંજામ

અન્ય સમાચારો પણ છે...