તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલમાં પ્રવેશના નામે 7.20 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇનીએક ખાનગી મેડિકલ કોલેજમાં રેડિયોલોજી વિભાગમાં માસ્ટર ડિગ્રીમાં એડમિશનના બહાને ડોનેશન પેટે લીધેલા રૂપિયા પૈકી 7.20 લાખ રૂપિયા નહીં આપનારા દલાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દલાલની ધરપકડ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં શામડાજી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ત્યાં ડોક્ટર ક્વાટર્સમાં રહેતા ડો. ચિરાગ રાંજીભાઇ ભગોરા એમબીબીએસ છે. અખબારમાં પ્રગટ થયેલી જાહેરાતના આધારે સુરતમાં રાંદેરના મનીષ કિશોર વ્યાસનો સંપર્ક કર્યો હતો. મનીષ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં સાંઇ ડિઝિટલ એન્ડ સર્વિસ નામથી ઓફિસ છે અને એડમિશન અપાવવાના બહાને જરૂરિયાતમંદો પાસેથી નાણાં ઉસેટી લેતો હતો. મનીષે ચિરાગને 25 લાખ રૂપિયા આપે તો મુંબઇની ખાનગી કોલેજમાં એડમિશન અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ચિરાગે મનીષને રૂપિયા 25 લાખ આપ્યા તો ખરા, પરંતુ મનીષે એડમિશન અપાવ્યું હતું. ચિરાગે મુંબઇ કોલેજમાં તપાસ કરી તો કોલેજના મેનેજમેન્ટના જિગ્નેશ સોલંકીનો સંપર્ક થયો હતો. ત્યારે જિગ્નેશે 17.80 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 7.20 લાખ રૂપિયા મનીષ પાસેથી લેવાનું કહ્યું હતું. ચિરાગે મનીષ પાસે રૂપિયા માંગતા મનીષે રૂપિયા તો આપ્યા નહીં ઉપરથી ઓફિસ પર નહીં આવવા ધમકી આપી હતી. આથી ચિરાગે મનીષ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં મનીષ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

દલાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

અન્ય સમાચારો પણ છે...