તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકને લૂંટી લેનારા ચાર રીઢા લૂંટારા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાંચોપાટીમાં ફરવા ગયેલા યુવકને ચપ્પુ બચાવી લૂંટી લેનારા ચાર રીઢા લૂંટારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. લૂંટારાઓ સામે વરાછા, અમરોલી, કાપોદ્રા, ચોકબજારમાં પણ ગુના નોંધાયા છે. ગુડ બાલમુકુંદ તુરી (રહે. ઘનશ્યામનગર, વરાછા)ને તા. 24મીએ સાંજે વરાછાના જગદીશનગરમાં આવેલી ચોપાટીમાં ચપ્પુ બચાવી રૂ. 4 હજારની લૂંટ કરનારા વરાછા રોડ પર આવવાના છે, એવી બાતમી મનોજ પાટીલ અને મનોજ તુકારામને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી જનક ઉર્ફે ગાંડો ઉર્ફે નયન બટુકભાઈ નીમાવત, હિતેશ ઉર્ફે હીતો બુધાભાઈ મકવાણા (રહે. ઘનશ્યામનગર, એલ. એ. રોડ), સમીર મનસુખભાઈ વાઘેલા (રહે. શ્યામસુંદર એપાર્ટમેન્ટ, પુણા) અને જગદીશ ઉર્ફે ટોપી ગોરધનભાઈ ઘોરી (રહે. મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ, કોસાડ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ચારેય પાસેથી પોલીસે મોબાઇલ, ચપ્પુ અને રોકડા રૂપિયા કબજે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...