તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડુમસ રોડ પર થતા અકસ્માતો ઘટાડવા મહાપાલિકા સર્વે કરશે

ડુમસ રોડ પર થતા અકસ્માતો ઘટાડવા મહાપાલિકા સર્વે કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

શહેરનાડુમસ રોડ પર રસ્તો ક્રોસ કરવા માટેની પુરતી વ્યવસ્થા નહીં હોવાના લીધે છાશવારે ગંભીર અને સામાન્ય અકસ્માતના બનાવો બનતા હોય છે. તેના કારણે રસ્તા પર લોકો સરળતાથી રસ્તો ક્રોસ કરી શકે તેની પુરતી વ્યવસ્થા ઉભી કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે. તેમાં આગામી દિવસોમાં કેવા પ્રકારનુ આયોજન કરવું તે માટે કન્સલટન્ટની નિમણૂંક કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ડુમસ રોડ પર 15થી વધારે શાળા અને કોલેજ આવેલી છે. તેમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ તેમજ વિસ્તારમાં રહેતા લોકોએ રસ્તો ક્રોસ કરવા માટે પુરતી વ્યવસ્થા નથી. તેમાં અઠવા ચોપાટી પાસે તથા ઇસ્કોન મોલ પાસે બે ફુટ ઓવરબ્રિજ રસ્તો ક્રોસ કરવા માટે હાલમાં બનાવવામાં આવ્યા છે. જ્યારે પીપલોદ, કારગીલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાસે, હવેલી પાસે રસ્તો ક્રોસ કરવા માટે લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. તેમાં પણ આગામી દિવસોમાં રૂટ પર બીઆરટીએસ અને ઉમરા પાલ બ્રિજ કાર્યરત થતા રસ્તો ક્રોસ કરવા માટે ગંભીર સ્થિતી સર્જાવાની છે. તેને ધ્યાને રાખીને ધારાસભ્ય હર્ષ સંઘવીએ ડુમસ રોડ પર શહેરીજનોને રસ્તો પસાર કરવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે પાલિકા કમિશનરને પત્ર પાઠવ્યો છે. તેના આધારે પાલિકા કમિશનર આગામી દિવસોમાં સુરત ડુમસ રોડ પર રસ્તો ક્રોસ કરવા માટે કયા કયા વિકલ્પ ઊભા કરી શકાય તે માટેનો સર્વે કરવા કન્સલટન્ટની નિમણૂંક કરવાની તજવીજ હાથ ધરી છે.

કન્સલટન્ટની નિમણૂંક કરી આયોજન માટેનો રિપોર્ટ તૈયાર કરાશે

કારગીલ ચોક, હવેલી પાસે રોડ ક્રોસ કરવામાં ભારે હેરાનગતી

સર્વેમાં શું કરાશે

રસ્તોક્રોસ કરવા માટે પડતી તકલીફને ધ્યાને રાખીને કઇ જગ્યાએ લોકો સૌથી વધુ રસ્તો ક્રોસ કરે છે. તે સ્થળે ફુટ ઓવર બ્રિજ કે અંડર પાસ બનાવી શકાય તેનો સર્વે કરવામાં આવશે. શાળા અને કોલેજ છુટતી વખતે વિધાર્થીઓની શું હાલત થાય છે તેનો સર્વે કરવામાં આવશે. દર મહિને ગંભીર અને સામાન્ય અકસ્માતના કેટલા બનાવો બને છે તેનો પણ સર્વે કરવામાં આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...