- Gujarati News
- સોસાયટીમાં ડ્રેનેજની કામગીરી બાદ કાચા રસ્તા પણ તાકીદે બનાવવા આદેશ
સોસાયટીમાં ડ્રેનેજની કામગીરી બાદ કાચા રસ્તા પણ તાકીદે બનાવવા આદેશ
શિક્ષણ વિભાગ - નાનપુરામાં આયોજન
▲શિષ્યવૃતિના અમલીકરણ અંગે બેઠક
સુરત |શિક્ષણ વિભાગ દ્વારા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ જેવી કે મુસ્લીમ, ખીસ્તી, શીખ, પારસી, બોધ્ધ અને જૈન સમુદાયના વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ભણવા માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે.આ શિષ્યવૃતિની પ્રોસેસ માટે વિદ્યાર્થીઓ અને શાળા કોલેજો માટે માર્ગદર્શન આપવા માટે 10-7-2015ના રોજ ગાંધી સ્મૃતિ ભવન,નાનપુરાખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં દરેક શાળા કોલેજમાંથી એક કર્મચારીને હાજર રહેલા માટે ડીઇઓએ આદેશ આપ્યો છે.
સુરત |સોસાયટી વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ ચોમાસામાં રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવતી નહીં હોવાના કારણે કાદવ કીચડની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે સોસાયટી વિસ્તારના લોકો ભારે પરેશાની ભોગવતા હોય છે. જેથી જે સોસાયટીમાં ડ્રેનેજ નાંખ્યા બાદ રસ્તા બનાવવાની કામગીરી બાકી હોય ત્યાં હાલમાં કાચા રસ્તા પણ બનાવી દેવામાં આવે તેના લીધે લોકોની પરેશાનીમાં ઘટાડો થાય માટેના આદેશ સ્થાયી સમિતિની ગુરુવારે મળેલી બેઠકમાં તમામ ઝોનલ ઓફિસરને આપવામાં આવ્યા છે.
દશરથ દેસાઇ : ચલોદોસ્તો આજ કુછ તુફાની કરતે હૈ.
િસટી ડાયરી