અડાજણ, ઘોડદોડ, અલથાણના 3 બિલ્ડરો પર DDIવિંગનોસર્વે
ઇન્કમટેક્સનીડીડીઆઇ વિંગના અધિકારીઓએ શહેરના જાણીતા એવા ત્રણ બિલ્ડર જૂથને ત્યાં સર્વેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. ત્રણેયની ઘોડદોડ રોડ, અડાજણ અને અલથાણ ખાતે આવેલી અલગ સાઇટ પર હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાના બે નંબરના વ્યવહારોની વિગતો હાથ લાગી છે અને હજુ તપાસ જારી છે.
સુરત આઇટીના ડીડીઆઇ વિંગના 20 અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા શહેરના અલથાણ કેનાલ ખાતે આવેલા વ્હાઇટ વિંગ બિલ્ડર્સના મેસીમો પ્રોજેક્ટના બિલ્ડર જીજ્ઞેશ અમીન અને તેમના ભાગીદારોનેત્યાં સર્વેની કાર્યવાહી હાથ ધરાઇ છે. સાથે તેના નિવાસ સ્થાન આશીર્વાદ રેસીડન્સીમાં પણ તપાસ શરૂ કરાઇ છે. સિવાય પણ શહેરના ઘોડદોડ રોડ પર અને અડાજણમાં અલગ અલગ સ્થળે પ્રોજેક્ટ મુકનારા કુબેરજી બિલ્ડર્સ અને ફ્લેમીંગો બિલ્ડર્સને ત્યાં પણ સર્વેની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડીડીઆઇ વિંગના અધિકારીઓને પ્રાથમિક તપાસમાં ત્રણેય જૂથના લાખો રૂપિયાના બે નંબરના વ્યવહારોની વિગતો સાંપડી છે. જો કે, હાલના તબક્કે તમામ કાર્યવાહી પ્રાથમિક તબક્કામાં છે અને કોને ત્યાંથી કેટલા વાંધા જનક વ્યવહારોને લગતી વિગતો હાથ લાગી છે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સંભવત: ત્રણેય બિલ્ડર જૂથને ત્યાં શુક્રવારના રોજ પણ તપાસનો ધમધમાટ જારી રહેશે એવુ સૂત્રો જણાવી રહ્યા છે.