તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બનેવીની સોપારી આપનારો સાળો ગેંગ સાથે ઝડપાઈ ગયો

બનેવીની સોપારી આપનારો સાળો ગેંગ સાથે ઝડપાઈ ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનેવીનાહાથ પગ તોડી નાખવાની સોપારી આપનાર સાળાને અને બનેવીને માર માર મારનાર ટોળકીને શુક્રવારે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી હતી. બનેવીએ બહેનને ઘરમાંથી કાઢીને અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતા તેને સબક શિખવાડવા માટે સાળાએ બનેવીના હાથ-પગ તોડી નાખવાની સોપારી ત્રણ મહિના પહેલા આપી હતી. તે સમયે અજાણ્યાઓ વિરુદ્ધ માર મારવાનો ગુનો દાખલ કરાયો હતો.

પુણા ગામ વિસ્તારમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતો નરેશકુમાર શંકરલાલ જૈનની બહેનના લગ્ન સચિન વિસ્તારમાં રહેતા કેસુલાલ મોતિલાલ સેન સાથે થયા હતા. લગ્ન બાદથી કેસુલાલ નરેશકુમારની બહેનને હેરાન કરતો હતો. છેલ્લે તો તેને ઘરમાંથી કાઢીને અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. કેસુલાલથી નરેશકુમારના પરિવારજનો હેરાન થઇ ગયા હતા. તેથી કેસુલાલને સબક શિખવાડવા માટે નરેશકુમારે આંજણા ફાર્મ પાસે મગદુમનગરમાં રહેતા સદ્દામ પઠાણને કેસુલાલના હાથ પગ તોડી નાખવાની સોપારી આપી હતી. તે માટે 3 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. સોપારી મુજબ સદ્દામે તેના સાગરીતો સાથે મળીને ત્રણેક મહિના પહેલા સચિન જીઆઇડીસીમાં કેસુલાલને લાકડાના ફટકાથી માર માર્યો હતો. ત્યારે કેસુલાલે પોલીસ ફરિયાદ આપી હતી. કેસની તપાસમાં ક્રાઇમ બ્રાંચ પણ જોતરાઇ હતી. દરમિયાન માહિતી મળી હતી કે કેસુલાલને મારવા માટે તેના સાળા નરેશકુમારેજ સોપારી આપી હતી. આજ રોજ નરેશ અને સદ્દામની ગેંગ માન દરવાજા ફાયર સ્ટેશન પાસે આવવાના છે અને નરેશકુમાર સોપારીની રકમ આપવાનો છે. એટલે માન દરવાજા પાસે વોચમાં રહિને ક્રાઇમ બ્રાંચે નરેશકુમાર અને સદ્દામ તથા અન્ય 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બનેવી બહેનને કાઢી અન્ય મહિલા સાથે રહેતો હતો

અન્ય સમાચારો પણ છે...