તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST માટે રજૂઆત ને આંગણે પહોંચી પોલીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વિવર્સોએજીએસટીમાં સરળીકરણની રજૂઆત કરતું આવેદનપત્ર મુખ્યમંત્રી કાર્યાલયને પહોંચાડ્યું હતું. આવેદનપત્રને સમજવામાં છબરડો સર્જાતાં રજૂઆતને પગલે વિવર્સના દરવાજે પોલીસ આવી પહોંચી છે. 35 વિવર્સ સોસાયટીઓના લેટરપેડ પર જીએસટી સરળીકરણની થયેલી રજુઆતને પોલીસ ફરિયાદ સમજી મુખ્યમંત્રી કાર્યાલયે પોલીસ સ્ટેશનને ફોરવર્ડ કરી ફરિયાદનો નિકાલ લાવવા આદેશ અાપ્યો છે.

કાઉન્સિલની 23મી બેઠક બાદ શહેરના વિવર્સ અગ્રણીઓએ જીએસટી સરળીકરણની રજૂઆત યથાવત રાખતાં વડાપ્રધાન મોદી, જીએસટી કાઉન્સિલ તથા મુખ્યમંત્રી કાર્યાલયને 35 વિવર્સ સોસાયટીના લેટરપેડ ઉપર અંગ્રેજીમાં એક આવેદનપત્ર અપાયું હતું. ઓપનિંગ સ્ટોકની ક્રેડિટ અને આઇટીસી રિફંડની માંગ લાંબાં સમયથી માંગણી થવા છતાંય તેનો કોઇ નિકાલ આવી શક્યો નથી. ઉદ્યોગના વિવિધ એસોસિયેશનો દ્વારા સરકાર સમક્ષ અનેક સ્તરે રજૂઆતો થઈ રહી છે. વિવર્સ અગ્રણી અને સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસા.ના સેક્રેટરી મયુર ગોળવાલાના જણાવ્યા મુજબ સરળીકરણીની માંગણીનું આવેદનપત્ર મુખ્યમંત્રી કાર્યાલયને પહોંચાડાયું હતું. સીએમઓ તરફથી જવાબ આવવાની જગ્યાએ સચિન વસાહતમાં પોલીસ આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...