તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મર્કન્ટાઇલ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમમાં 4 ટકા સુધીની રાહત

મર્કન્ટાઇલ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમમાં 4 ટકા સુધીની રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારે શનિવારે જીએસટી પછી રીમીશન ઓફ સ્ટેટ લેવી(આરઓએસએલ) સ્કીમ હેઠળ મેન મેઇડ ફ્રેબિક્સને કરમાંથી મળતી છૂટ અંગેની ટકાવારી જાહેર કરી હતી.આ સ્કીમ અંતર્ગત કોટન ગારમેન્ટસ એક્ષ્પોર્ટ કરવા પર 1.25 ટકા તથા એમ.એમ.એફ,સિલ્ક, વુવન ગારમેન્ટની એક્ષ્પોર્ટ પર 1.48 ટકા જ્યારે કોટન તથા સિલ્ક મેઇડ અેક્ષ્પોર્ટ પર 2.20 ટકા સુધી છુટ આપી છે.જ્યારે મર્કન્ટાઇલ એક્ષ્પોર્ટ ઇન્સેન્ટીવ સ્કીમ અંતર્ગત મળનારી સબસીડીમાં વધારો કરી તેને 2 ટકાથી 4 ટકા સુધી લઇ જવામાં આવી છે.

અંગે સિન્થેટીક રેયોન ટેક્સટાઇલ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન નારાયણ અગ્રવાલ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, વાર્ષિક એમએમએફનું સ્થાનિક બજારોમાંથી કુલ 5.8 યુએસ બિલિયન ડોલર એટલે કે 500 કરોડથી વધુનું એક્ષ્પોર્ટ થાય છે.જેમાં 36 ટકા ફેબ્રિક્સ તથા 28 ટકા યાર્ન જ્યારે બાકીના 28 ટકામાં અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.ટેક્સટાઇલ મંત્રાલયને જીએસટી પછી એક્ષ્પોર્ટ સ્કીમમાં રાહતની માંગણી કરવામાં આવી હતી.સરકાર દ્વારા સબસીડીમાં આપવામાં આવેલી 4 ટકા સુધી ઉપરાંત રાજ્ય સરકાર તરફથી એક્ષ્પોર્ટમાં મળનારી 2 ટકા સુધીની રાહત નાના એક્ષ્પોર્ટ માટે નવી તક સમાન છે. નાના ઉત્પાદકોને પણ એક્ષ્પોર્ટ કરવા પ્રોત્સાહન મળશે.

મેન મેઇડ ફેબ્રિક્સના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે

નાના ઉત્પાદકોને પણ એક્સપોર્ટ કરવા પ્રોત્સાહન મળશે

અન્ય સમાચારો પણ છે...