તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહાપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ. થેન્નારાસન આજે ચાર્જ સંભાળશે

મહાપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ. થેન્નારાસન આજે ચાર્જ સંભાળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ સ્માર્ટસિટી અને સ્વચ્છ સુરત : પાલિકાએસ્માર્ટસિટીમાં સમગ્ર દેશમાં ચોથો અને સ્વચ્છતામાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. માટેના 2500 કરોડના પ્રોજેકટ સમયમર્યાદામાં શરૂ થઇ શકે તેવા પ્રયાસ કરવા પડશે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ માટે પણ બમણા જોરથી કામ કરવુ પડશે.

{શહેરનું માસ ટ્રાન્સપોર્ટેશન :

હાલમાંશહેરમાં સિટી બસ પુરતી સંખ્યામાં નથી, જે એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે તેણે પણ સમયસર બસ સોંપી નથી. તે પ્રમાણે બીઆરટીએસ બસોની સંખ્યા વધારવા બસ ખરીદવાનો ઓર્ડર આપ્યો હોવા છતાં હજુ સુધી બસ મળી નથી. જેથી લોકોએ પરેશાની વેઠવી પડે છે. વળી, બીઆરટીએસ રૂટ પર થતા અકસ્માત અટકાવવાની વાતો થાય છે, નક્કર કાર્યવાહી હજુ સુધી થઇ નથી.

{રિવર ફ્રંટમાં લુખ્ખાઓનો ત્રાસ:

પાલિકાએકરોડોના ખર્ચે રિવર ફ્રંટ તો બનાવ્યો છે પરંતુ તેમાં રાત્રે અસામાજિક તત્વો અડીંગો જમાવી દે છે. જ્યારે કેટલીક જગ્યા પર તો રિવરફ્રંટની અંદર ક્રિકેટ પણ રમાય છે. તાપી નદીમાં પાણી હોવાથી કરોડોનો ખર્ચ હાલમાં ફારસરૂપ સાબિત થયો છે.

{બીજો વિયર કમ કોઝવે :

હાલમાંશહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવા માટે વધુ એક વિયર કમ કોઝવે અનિવાર્ય છે. માટે મગદલ્લાથી ભાઠા વચ્ચે કોઝવે બનાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય તો લેવાયો છે પરંતુ તેની કામગીરી ઝડપથી પુરી થાય તે પણ એટલું જરૂરી છે. પાણીની સમસ્યા ઉકેલાય અને રિવર ફ્રંટની પણ મઝા માણી શકે.

{પાલિકાનું નવું વહીવટીભવન :

પાલિકાનુંહાલનું વહીવટીભવન ખસેડીને રિંગ રોડ પર સબજેલની જગ્યા પર લઇ જવા ખાતમુહુર્ત થઈ ગયું છે. પરંતુ બિલ્ડીંગ કેટલા માળની બનાવવી તે માટે પાલિકાના પદાધિકારીઓએ રાજ્ય સરકાર પાસે પણ માર્ગદર્શન માંગ્યું છે. જેથી નવું વહીવટીભવન ઝડપથી બને તો હાલની મુખ્ય કચેરી બહાર થતી ટ્રાફિક સમસ્યાને લીધે પાલિકા કર્મચારીઓ અને લોકોને પરેશાનીમાંથી છુટકારો મળે.

નવા કમિશનર સામે છે મુખ્ય પડકારો

અમદાવાદમાં કરેલી માસ ટ્રાન્સપોર્ટેશન કામગીરીનો શહેરને લાભ મળી શકશે

અન્ય સમાચારો પણ છે...