તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મેડિકલ ડેન્ટલની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે આજથી પ્રવેશ શરૂ

મેડિકલ-ડેન્ટલની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે આજથી પ્રવેશ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પ્રવેશકમિટી દ્વારા મેડિકલ અને ડેન્ટલની 628 ખાલી બેઠક માટે આજથી ગાંધીનગર જીએમઇઆરએસ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશેે. એનઆરઆઇની 345 બેઠકમાંથી જેન્યુઇન એનઆરઆઇ બેઠકો નહીં મળતાં 285 બેઠક ખાલી રહી છે. જે મેનેજમેન્ટ ક્વોટામાં ઉમેરી દીધી હતી. મેનેજમેન્ટ ક્વોટાની 395 અને ડેન્ટલની 233 બેઠક મળી 628 બેઠક માટે 1634 વિદ્યાર્થીને તબક્કાવાર 2 દિવસ બોલાવાશે. 26મી સપ્ટેમ્બરે 1000 મેરિટ નંબર સુધી અને 27મી સપ્ટેમ્બરે 1001થી આગળના નંબર સુધીના વિદ્યાર્થીઓને બોલાવાશે. એમસીઆઇની ગાઇડ લાઇન મુજબ 30મી સપ્ટે.સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની હોવાથી વિદ્યાર્થીઓને રૂબરૂમાં પ્રવેશ અપાશે.

પેરા મેડિકલ મેનેજમેન્ટની બેઠકો માટે 27મીથી પ્રવેશ અપાશે

અન્ય સમાચારો પણ છે...