તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTO પાસેથી 18 મોબાઇલ સાથે 2 ચોર ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણપોલીસે પાલ આરટીઓ પાસેથી આઇફોન મોબાઇલ સહિત કુલ 18 મોબાઇલ સાથે બે મોબાઇલ ચોરને ઝડપી પાડ્યા હતા. બંને ચોરએ ગણપતિ દરમ્યાન અડાજણના ગણપતિ મંડપમાંથી બે આઈફોન સહિત 3 મોબાઇલ ચોરીની કબૂલાત કરી હતી.

આરટીઓ પાસેથી પોલીસે શંકાસ્પદ હિલચાલના આધારે શનિવારે શાહરૂખ અસલમ શાહ, શેખ સદ્દામ હુસેન ગુલામ મોહમંદ શેખ (બંને રહે. બેઠી કોલોની, મીઠીખાડી, લિંબાયત)ની અટકાયત કરી હતી. બંનેની અંગઝડતી લેતા તેઓની પાસેથી અલગ અલગ કંપનીના 18 મોબાઇલ મળી આવ્યા હતા. મોબાઇલના પુરાવા માંગતા મોબાઇલ ચોરીના હોવાની તેઓએ કબૂલાત કરી હતી. તેઓએ ગત 11 સપ્ટેમ્બરના રોજ અડાજણ મહાલક્ષ્મી સોસાયટીમાં ગણપતિના મંડપમાંથી મળસ્કે 4 થી 6.30 વાગ્યાના સુમારે રૂા.25 હજારનો આઇફોન, રૂા.7000નો મોટોરોલા કંપનીનો મોબાઇલ તથા રૂા.25 હજારનો આઇફોન મળી કુલ રૂા.57 હજારના 3 મોબાઇલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી મોબાઇલ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...