તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રૂ. 700 કરોડનું ફુલેકું ફેરવનારી કંપનીના વિરોધમાં વિશાળ રેલી

રૂ. 700 કરોડનું ફુલેકું ફેરવનારી કંપનીના વિરોધમાં વિશાળ રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં3 લાખ રોકાણકારોએ 700 કરોડનું પીએસીએલ કંપનીમાં રોકાણ કર્યું છે. પરંતુ કંપનીએ દેવાળું ફૂંકતાં તમામના નાણાં સુપ્રિમના આદેશ પછી પણ આપેલી સમયમર્યાદામાં ચૂકવ્યા નથી. જેથી ગરીબ, અભણ અને મધ્યમવર્ગના લોકો જેમણે રોકાણ કર્યું છે તેમણે રવિવારે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના નાણાં જલ્દી મળે એવી માંગ કરી હતી.

રોકાણકારોએ જણાવ્યું હતું કે પીએસીએલ કંપની ચંદીગઢ-જયપુરમાં રજિસ્ટર થયેલી છે. સને 1983થી કંપની ફિક્સ ડીપોઝીટ અને હપ્તા સીસ્ટમથી લોકોના નાણાં ઉઘરાવી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં 64,000 એજન્ટો મારફત 3 લાખ રોકાણકારોએ 700 કરોડનું રોકાણ કર્યું છે, પરંતુ સેબીના હુકમથી સીબીઆઈએ કંપનીના તમામ ખાતા બંધ કરી દીધા હતા અને કંપનીને રોકાણકારોને નાણાં ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે, કંપની સુપ્રીમ કોર્ટમાં સરેન્ડર થતાં કોર્ટે 2 ફેબ્રુઆરી 2016ના રોજ આર.એમ.લોઢા કમિટીનું ગઠન કર્યું હતું અને કંપનીની મિકલતોનું વેચાણ કરી 6 માસમાં રોકાણકારોને નાણાં ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ આજદિન સુધી નાણાં અપાયા નથી. જેથી અમને નાણાં મળે માટે શક્ય કાર્યવાહી કરવામાં આવે .

જિલ્લાના 3 લાખ લોકોના PACL કંપનીમાં નાણાં સલવાયાં

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રોકાણકારોને ચુકવણું નહીં કરાતાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત

પીએસીએલ કંપનીની છેતરપિંડીનો ભેગ બનેલા જિલ્લાભરના સેંકડો રોકાણકારોએ રવિવારે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તસવીર- હેતલ શાહ

અન્ય સમાચારો પણ છે...