તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટાછેડા થતાં પરિણીતાનો ફાંસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલીનીએક પરિણીતાએ લગ્નના માંડ મહિનામાં છુટાછેડા થઈ જતાં તેના આઘાતમાં અને સમાજના ડરે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.

અમરોલી નવા કોસાડ રોડની સુર્યનગર સોસાયટી વિભાગ 2 ખાતે રહેતી રેશ્મા રાયસીંગ પરમાર (26) ગત શનિવારના રોજ સવારના સુમારે પોતાના ઘરે પહેલા માળે છતની લોખંડની હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે અમરોલી પોલીસને થતાં આકસ્મીક મોત નોંધ કરી તપાસ પીએસઆઈ આર.જી.ચૌધરીએ હાથ ધરી હતી.

રેશ્માએ કરેલા આપઘાત પાછળ તેના માંડ મહીનાના લગ્નજીવનમાં છુટાછેડા થઈ ગયા હોવાનુ અમરોલી પોલીસ જણાવી રહી છે. રેશ્માના છુટાછેડા થઈ ગયા બાદ ચાર માસથી તેના પિતાને ત્યાં રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...