તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના 23 ‘કેશિયરો’ની HQમાં બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુગાજેલાલઠ્ઠાકાડ બાદ પોલીસ કમિશનર દ્વારા શહેરના જુદા જુદા પોલીસ મથકોના કહેવાતા કેશિયરોની સાગમટે હેડક્વાટર્સ ખાતે બદલીનો હુકમ કર્યો હતો. જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા 23 જેટલા પોલીસ કોન્સટેબલ અને હેડ કોન્સટેબલોની પોલીસ હેડક્વાટર ખાતે બદલી થતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો. થોડો સમય પહેલા લિંબાયત, પુણા, ડિંડોલી અને કાપોદ્રા વિસ્તારમાં દારૂ પીધા બાદ લોકોના મોત નિપજ્યા હતા. ઝેરી દારૂ પીવાને કારણે 30 જેટલા લોકોના મોત નિપજતા બાબતે સરકાર પણ ભિંસમાં મુકાઈ ગઈ હતી. જેને પગલે લઠ્ઠાકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ભરવામાં આવ્યા હતા.

વિવાદ ભારે પડ્યો | લઠ્ઠાકાડનેકારણે કેટલાક પોલીસ મથકોના વહીવટદારો વિવાદમાં આવ્યા હતા અને તેમની બદલી પણ કરવામાં આવી હતી. હવે પ્રકરણમાં પોલીસ કમિશનરે લાલ આંખ કરીને વધુ એક સપાટો બોલાવી દીધો છે.

કેટલાક પોલીસ મથકોમાં કેશિયરગીરી કરતા કર્મચારીઓનાં નામ અને જે તે પોલીસ મથકમાં ફરજ બજાવતાં અન્ય પોલીસ કર્મચારીઓનાં નામ એક સરખાં હોવાને કારણે ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવો ઘાટ પણ સર્જાયો હતો. જેમાં ખાસ કરીને કેશિયરોની જગ્યાએ અન્ય પોલીસ કર્મચારીઓને હેડક્વાટર ભેગા થવાનો વખત આવ્યો હતો.

સરખાં નામોને કારણે કેટલાક કેશિયરો બચી પણ ગયા!

શહેર-જિલ્લામાં ઝેરી દારૂ પીધા બાદ 30નાં મોત થતાં સરકાર પણ ભીંસમાં મુકાઈ હતી

કાર્યવાહી | બહુગાજેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ કમિશનર એક્શનમાં

પોલીસ કર્મચારીઓ પર બદલીનો ગાળિયો ફિટ કરાયો

કર્મચારીનું નામ પોલીસ મથક

હિતેન્દ્રસિંહએ. સોલંકી ઉધના

જીતુભા કેશુભા ચૌધરી પાંડેસરા

અનિરૂધ્ધ ચતુરદાન ગઢવી સચીન

કનૈયા અરવિંદ પટેલ સચીન (GIDC)

ભુપેન્દ્ર જે. ચૌહાણ લિંબાયત

પુનાભાઈ માધુસિંહ બારીયા ડિંડોલી

વિજય બાપુ શિંદે ખટોદરા

કર્મચારીનુંનામ પોલીસ મથક

કિરીટસિંહપ્રતાપસિંહ ઉમરા

જશવંત રાયસિંહ બારીયા અઠવા

વિક્રમ વાઘજી દેસાઈ ચોકબજાર

દિવ્યરાજ પ્રવિણસિંહ મહીધરપુરા

ઘનશ્યામ પોપટ બેદરે સલાબતપુરા

હરપાલસિંહ લીબોલા સલાબતપુરા

મહેશ પ્રતાપ ચૌધરી વરાછા

હસમુખ કાના ગઢવી કતારગામ

કર્મચારીનુંનામ પોલીસ મથક

ઘનશ્યામજે. સીસોદીયા રાંદેર

મોહસીન સૈયદ હુસેનસૈયદ ઈચ્છાપોર

શૈલેષ કાળુ પરમાર ડુમસ

સુરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહીલ અડાજણ

દિપસિંગ કાનજી પટેલ ડીસીબી

ચેતન વસંતભાઈ શિમ્પી ડીસીબી

નરસંગ દલસંગ ચૌધરી પીસીબી

સહદેવ વેરાભાઈ દેસાઈ એસઓજી

અન્ય સમાચારો પણ છે...