તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સોલાર પ્લાન્ટ નાંખવા માટે DGVCL અને ટોરેન્ટના ગ્રાહક નંબર નાંખતાની સાથે તમામ વિગતો ઘરબેઠા મળી જશે

સોલાર પ્લાન્ટ નાંખવા માટે DGVCL અને ટોરેન્ટના ગ્રાહક નંબર નાંખતાની સાથે તમામ વિગતો ઘરબેઠા મળી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલા કિલોવોટનો પ્લાન્ટ નંખાશે તે એક અરજી કરી જાણી શકાશે

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

સૌરઉર્જાનોલોકો વધુમાં વધુ ઉપયોગ કરીને વીજળી પેદા કરે તે માટે ઘરની છત પર સોલાર પ્લાન્ટ નાંખવા માટેની અરજી મંગાવવવાની શરૂઆત કરી છે. તેમાં પાલિકાની વેબસાઇટ પર અરજી કરતાની સાથે પોતાની છત પર કેટલા કિલોવોટનો પ્લાન્ટ નાંખી શકાય અને તે માટેની તમામ વિગતો ઘરબેઠા લોકોને મળી રહે તેવો અભિગમ અપનાવ્યો છે.

સૌરઉર્જાનો ઉપયોગ કરીને લોકોના આવતા વીજબીલમાં 50 ટકા ઘટાડો થાય તે માટે પાલિકાએ લોકોના ઘરની છત પર સોલાર પ્લાન્ટ નાંખવા માટે અરજી મંગાવવાની શરૂઆત કરી છે. સોલાર પ્લાન્ટ નાંખવા માટે જે પણ વ્યક્તિ તૈયાર હોય તેને પાલિકાની વેબસાઇટ પર જતાની સાથે સોલાર રૂફટોપ પર કલીક કરવાનુ રહેશે. તેમાં ડીજીવીસીએલ અને ટોરેન્ટના ગ્રાહકે ગ્રાહક નંબર અને ટેનામેન્ટ નંબર નાંખતાની સાથે તેમની છત પર કેટલા કિલોવોટનો પ્લાન્ટ નાંખી શકાય અને તે માટે કેટલા રૂપિયોનો ખર્ચ થાય તે સહિતની તમામ વિગતો ઘરબેઠા મળી રહેશે. જેથી સોલાર પ્લાન્ટની અરજી કરનારે ટોરેન્ટ અથવા તો ડીજીવીસીએલનુ લાઇટબીલ અને પાલિકાનુ વેરાબીલ સાથે લઇને બેસવુ પડશે.

અરજી રીતે કરવી

વેબસાઇટડબલ્યુડબલ્યુડબલ્યુ.સુરતમ્યુનિસીપલ.જીઓવી.ઇન પર કલીક કરતાની સાથે સૌથી પહેલા સોલર રૂફટોપ આવશે. તેમાં નીચેના ભાગે મોર ઇન્ફોર્મેશન પર કલીક કરતા રૂફટોક કેલ્ક્યુલેટર અને સોલાર પ્લાન્ટ માટેની અરજી કરવાના બે વિકલ્પ આવશે. વિગતો ભરપાઇ કર્યા બાદ પાલિકા દ્વારા સોલાર પ્લાન્ટ નાંખવા માટેની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...