તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કન્સ્ટ્રક્શન વેસ્ટનો યોગ્ય નિકાલ કરાયો હશે તો રજા ચિઠ્ઠી આપવામાં આવશે

કન્સ્ટ્રક્શન વેસ્ટનો યોગ્ય નિકાલ કરાયો હશે તો રજા ચિઠ્ઠી આપવામાં આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર |સુરત

શહેરમાંથીનીકળતા કન્સટ્રકશન વેસ્ટ (છારૂ) માટે પાલિકા દ્વારા આગામી દિવસોમાં નવા નિયમો બનાવી રહી છે. તેમાં રહેણાંક અથવા તો કોમર્શિયલ મિલકત બનાવનારે પ્લાન મુકતી વખતે છારૂ નિકાલ કરવાની અરજી પાલિકામાં કરવાની રહેશે. અરજી કર્યા બાદ નક્કી કરેલી રકમ જમા કરાવ્યા પછી તેનો પ્લાન પાસ કરીને રજાચિઠ્ઠી આપવામાં આવે તે પ્રમાણેનો નિયમ લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

શહેરમાંથી જુદા જુદા સાત પ્રકારના વેસ્ટ નીકળતા હોય છે. તમામ વેસ્ટના નિકાલ માટે અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવાની કાર્યવાહી પાલિકાએ શરૂ કરી છે. તેમજ તેના માટેના નિયમો પણ અલગ અલગ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. તેમાં પણ શહેરમાંથી નીકળતા કન્સટ્રકશન અને ડીમોલીશન વેસ્ટના નિકાલ કરવા માટેની હાલમાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે પાલિકા દ્વારા અથવા તો ખાનગી લોકો દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. તેમાં કોઇ જગ્યાએ છારૂનો નિકાલ કરવામાં આવ્યો નહીં હોય ત્યાં મચ્છર પેદા થવાની માંડીને નજીકમાં આવેલી ગટરમાં પણ છારૂ જવાની શકયતા રહેલી છે. તેના લીધે ગટર ચોકઅપ થવાની પણ શકયતા રહેલી હોવાના કારણે પાલિકાએ છારૂ નિકાલ કરવા માટેના નિયમો બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે. માટે થોડા દિવસો પહેલા વર્કશોપ યોજીને બિલ્ડરો સહિતનાઓને તે અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી.

મંજૂરી કયાંથી મળશે

નવુબાંધકામ કરનારે પાલિકાની ઝોન ઓફિસમાં નાયબ આરોગ્ય અધિકારી પાસે છારૂ નિકાલ કરવાની અરજી કરવાની રહેશે. બિલ્ડીંગ રીપેર કરતા પહેલા પાલિકાના વોર્ડ ઓફિસમાં સેનેટરી ઇન્સપેકટરને અરજી કરવાની રહેશે. છારૂ નિકાલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની મંજુરી લીધી છે તેનુ એક સર્ટીફિકેટ પણ પાલિકા આપશે.

ડિમોલિશન પહેલા મંજુરી લેવાની રહેશે

કોઇમિલકતદાર દ્વારા જુના મકાનને તોડીને નવુ મકાન બનાવવાની શરૂઆત કરે તો તે પહેલા પણ પાલિકા પાસે તેની મંજુરી લેવી પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો મિલકતદાર સામે શિક્ષાત્મ કાર્યવાહી પણ કરાશે.

સાઇટ પરનું છારૂ ઓર્ગેનાઇઝરે ઉપાડવું પડશે

અન્ય સમાચારો પણ છે...