તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટરની છેડતી કરનાર સામે કોર્ટમાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કેસની માહિતી અનુસાર ફરિયાદી માનસિક રોગના તબીબે આરોપી કિરણ મહેતા સામે શુક્રવારના રોજ અઠવા પોલીસ મથકે છેડતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરીયાદ કરી હતી.ફરીયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પરંતુ તે જામીન પર મુક્તો થયો હતો. ફરીયાદને પગલે દર્દીએ ડોક્ટરને હેરાન કરવાનું શરૂ રાખ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી વિરૂધ્ધ જામીન શરતના ભંગ અંગે ફરિયાદ કરાઇ હતી. જેમાં ફરિયાદી તરફેના વકીલે હાજર રહી એફિડેવીટ રજૂ કરી રજૂઆતો કરી હતી કે આરોપી માનસિક રીતે બિમાર છે જેથી વારંવાર જામીનની શરતોનો ભંગ કરે છે. રજૂઆતો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે હૂકમ કરી આરોપીને કોઇપણ પ્રકારનું ગેરવ્યાજબી કૃત્ય કરવા તેમજ અઠવા અને ઉમરા પોલીસની હદમાં પ્રવેશ નહીં કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...