તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી ઇવેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયકર અધિકારીઓએ 10 કિમીની મેરેથોન પુરી કરી

2700 સુરતીઓએ હાફ મેરેથોનમાં લગાવી દોડ..!!


સુરતીઓમાંદોડવા પ્રત્યે જાગૃતિ આવે તે માટે સુરતમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં હતું. વહેલી સવારે 5.30 વાગ્યે શરૂ થયેલી મેરેથોનમાં કુલ 2700 લોકોએ ભાગ લીધો હતો. મેરેથોન 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ બે કેટેગરીમાં યોજાઇ હતી. 10 કિલોમીટરની મેરેથોનમાં ઈન્કમટેક્ષ કમિશનર-3 આર.કે ગુપ્તાએ ફ્લેગ ઓફ કર્યુ હતું. જ્યારે 21 કિલોમીટરની મેરેથોનમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ફ્લેગ ઓફ કર્યુ હતું. હાફ મરેથોન જોલી પાર્ટી પ્લોટથી શરૂ થઈને ઓએનજીસી ફ્લાય ઓવર બ્રિજ, ડુમસ રોડ, એસવીએનઆઈટી સર્કલથી વી.આર મોલ સર્કલ, અણુવ્રત દ્વાર થઈને જોલી પાર્ટી પ્લોટ પાસે પૂર્ણ થઈ હતી. મેરેથોનમાં કુલ 2850 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 10 કિલોમીટરની મેરેથોનમાં 1200 લોકો અને 21 કિલોમીટરની મેરેથોનમાં 1650 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

{ રનિંગ અવેરનેસ માટે હાફ મેરેથોન યોજાઇ

અધિકારીઓએ ફેમિલી સાથે દોડ પુરી કરી

મેરેથોનમાંસાત ઇન્કમટેક્ષ અધિકારીઓની પત્નિઓએ પણ સાથે મળીને દોડ પુર્ણ કરી હતી. હાફ મેરેથોનમાં એસ.આર.મીનાએ 1.47 કલાક, ભંવર રતનુએ 1.56 કલાક, બી.કે.પાંડાએ 2.06 કલાક, શ્યામ પ્રસાદે 2.25 કલાક, નીલમ શુક્લાએ 3.17 કલાકમાં દોડ પુરી કરી છે. જ્યારે ઇન્કમટેક્ષ કમિશનર આર.કે.ગુપ્તાએ 1.08 કલાકમાં અને શ્રીનિવાસ બિદારીએ 1.35 કલાકમાં દોડ પુરી કરી હતી. સાથે શૈલેષ રતનુ, દિલીપકુમાર, આલોકકુમાર, શીવ સેવક અને બીજા અધિકારીઓએ 10 કિમીની રેસ પુરી કરી હતી.

450 રનર્સ સુરત આવ્યા

હાફમેરેથોનમાં હરિયાણા, બેંગ્લોર, અમદાવાદ, બરોડા, ઈંદોર, પુણે અને વલસાડથી મળીને સુરત બહારના કુલ 450 રનર્સે ભાગ લીધો હતો.

મન પટેલે 38 મિનીટમાં 10 કિલોમીટર અંતર કાપ્યું

21કિલોમીટરની મેરથોનમાં પૂનાના સુનિલ પ્રસાદે એક કલાક અને 9 મિનીટમાં દોડ પૂરી કરી હતી. જ્યારે વલસાડના મન પટેલે માત્ર 38 મીનીટમાં 10 કિલોમીટરની દોડ પૂરી કરી હતી.

ગ્રીન થીમ પર મેરેથોન યોજાઇ

હાફમેરેથોનના આયોજકોએ ગ્રીન મેરેથોન નામ આપ્યું હતું. જ્યારે મેરેથોન યોજાય છે ત્યારે પાણીની બોટલ અને નાસ્તા સહિતનો કચરો વધી જાય છે. પરંતુ જ્યારે મેરેથોન પુરી થઈ ગઈ ત્યાર બાદ આયોજકોએ તમામ કચરો સાફ કરાવ્યો હતો.

{ આર.કે.ગુપ્તા અને આશિષ ભાટિયા દ્વારા ફ્લેગ ઓફ કરાયું
અન્ય સમાચારો પણ છે...