તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાપ કરતાં પણ એક દુર્જન મિત્ર વધુ દુષ્ટ: વિમલસાગરસૂરિજી

સાપ કરતાં પણ એક દુર્જન મિત્ર વધુ દુષ્ટ: વિમલસાગરસૂરિજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશોરઅને યુવાવસ્થામાં પરિવારજનો કરતાં આપણે મિત્રોમાં વધુ રસ પડે છે. પણ યાદ રાખજો કે સારા મિત્રો જીવનને આબાદ કરે છે જ્યારે એક પણ ખરાબ મિત્ર જીવનને બરબાદ કરી મુકે છે. હજારો પ્રસંગો સાક્ષી છેકે, જીવનમાં બુરાઇઓ મિત્રોના માધ્યમથી પ્રવેશે છે. શાસ્ત્રોમાં દુર્જન મિત્ર અને ઝેરી સાંપ બંનેને દુષ્ટ કહ્યા છે. મજબુરીમાં બેમાંથી એકની સાથે રહેવાનો વારો આવે તો સાંપ સાથે તો એકવાર કરડશે પણ દુર્જન મિત્ર અનેક રીતે બરબાદ કરશે. યુવાનોને સાવચેત કરતાં પ્રાસંગિ વક્તવ્ય સાથે જૈનાચાર્ય વિમલસાગરસૂરિજી મહારાજે રવિવારે યુવા સેમિનારને સંબોધ્યા હતા. 16 વર્ષથી 26 વર્ષની વયના લગભગ 2000 યુવક-યુવતીઓને સુંદર માર્ગદર્શન આપતાં એમણે અનેક તથ્યોની માર્મિક છણાંવટ કરી હતી. કલ્યાણ મિત્ર જૈન પરિવાર સુરતના ઉપક્રમે ભટાર રોડ ખાતે શ્રી બુદ્ધિ-વીર વાટિકાના ભવ્ય મંડપમાં અનેરો સેમિનાર યોજાયો હતો. આચાર્યે વધુમાં જણાવ્યું કે, જીવનમાં ગતિથી પ્રગતિ સધાતી નથી, સાચી દિશા પ્રગતિ માટે જરૂરી હોય છે સ્પષ્ટ ધ્યેય અને સંકલ્પનું બળ મનુષ્યને ઉત્કર્ષના પંથે લઇ જાય છે.

સારા મિત્રો જીવનને આબાદ કરે , ખરાબ મિત્ર બરબાદ

અન્ય સમાચારો પણ છે...