તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્માની ઓળખ જ્ઞાનથી થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ધમાનસ્થાનકવાસી જૈન મહાસંઘના સાનિધ્યમાં ધર્મસભામા રૂપમુનિએ ધર્મસભામાં ઉપસ્થિત શ્રાવકોને સંબોધતા જણાવ્યું હતુંકે, આત્માની ઓળખાણ જ્ઞાનથી થાય છે. જ્યાં અંધકાર છે, ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાન આત્માના સાક્ષાત્કારમાંં બાધક બને છે. સૂર્ય વાદળોમાં ઢંકાય જાય છે, પણ ધરતી પર રોશની લુપ્ત થતી નથી. આત્માના કલ્યાણમાં અજ્ઞાન બાધક રૂપ બની રહે છે. જ્ઞાન પ્રકાશ અને અંધકાર અજ્ઞાન છે. રૂપમુનિએ જોધપુરથી આગામી ચાતુર્માસ માટે આવેલા પદાધિકારીઓને સાધુવાદ પાઠવ્યો હતો, પરંતુ રૂપમુનિ કહ્યું કે, ચાતુર્માસમાં આગામી ચાતુર્માસની ઘોષણા કરવી શક્ય નથી. ધર્મસભામાં સાથે પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...