તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બ્રેનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણને નવજીવન અને 2ને રોશની મળી

બ્રેનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણને નવજીવન અને 2ને રોશની મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડસરકારી તાલુકા પુસ્તકાલયમાં આસીસ્ટન્ટ લાયબ્રેરિયન તરીકે ફરજ બજાવતા અનાવિલ સમાજના પન્નાબેન દેસાઈએ તેમના બ્રેનડેડ પતિના અંગોનું દાન કરી સમાજને નવી રાહ બતાવી છે. તેમના પતિના અંગદાન થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું અને બે વ્યક્તિને ચક્ષુ મળતાં તેમના જીવનમાં પ્રકાશ ફેલાયો હતો.

અડાજણ સરીતા સંકુલ સામે અક્ષર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં અનાવિલ સમાજના શૈલેષભાઈ દેસાઈ (53) સાંઈનાથ એજન્સીમાં નોકરી કરતાં હતાં. તેમની પત્ની પન્નાબેન ઓલપાડ સરકારી તાલુકા પુસ્તકાલયમાં આસિસ્ટન્ટ લાયબ્રેરિયન તરીકે ફરજ બજાવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બુધવારે શૈલેષભાઈ વાપી ખાતે કામ અર્થે ગયા હતાં ત્યાંથી પોતાની બાઈક પર સાંજે પરત આવતા હતા ત્યારે કિલ્લા પારડી હાઈવે પર ટેમ્પા અડફેટે લેતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાંની ખાનગી હોસ્પિટલ બાદ રાત્રે સારવાર્થે સુરત લવાયા હતાં પરંતુ બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ગુરુવારે સર્જરી કરી હતી. શનિવારે સનસાઈન હોસ્પિટલમાં બ્રેનડેડ જાહેર કર્યો હતાં. ત્યાંના ડોક્ટર અનુજ ક્લાર્કે ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાને જાણ કરતાં તેમની ટીમ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પન્નાબેન સહિતના પરિવારજનોને ઓર્ગન ડોનેશનનું મહત્ત્વ સમજાવ્યું હતું કે, શૈલેષભાઈ બ્રેનડેડ થઈ ચુક્યા છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તેમના અંગો બળીને રાખ થઈ જાય તેના કરતાં અંદોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળી શકે છે. તેથી પરિવારજનોએ તરફથી અંગદાનની સંમતિ મળી હતી.

અમદાવાદની કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)ની ટીમે બે કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું તો ચક્ષુનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડની અમરેલીના મગનભાઈ લાઠી (56) બીજી કિડની દહેગામના સતીષ પસાભાઈ પટેલ (29) તથા લિવર ઉમરેઠના રમેશભાઈ પટેલ (62માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

અડાજણમાં રહેતા અનાવિલ સમાજના શૈલેષભાઈનું અકસ્માતમાં મોત થતાં તબીબે તેને બ્રેનડેડ જાહેર કરતાં તેમના પરિવારે અંગદાન કર્યું

અન્ય સમાચારો પણ છે...