તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઘરોની નંબરપ્લેટ બદલવાના નામે ઠગાઇ કરતી બે મહિલા ઝડપાઇ

ઘરોની નંબરપ્લેટ બદલવાના નામે ઠગાઇ કરતી બે મહિલા ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલકોમર્શીયલ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયા નામની કંપનીના બ્રાંચ મેનેજર ની ઓળખ આપીને લોકોના ઘરોની નંબર પ્લેટ બદલવાને નામે રૂપિયા પડાવવાના પ્રકરણમાં પાંડેસરા પોલીસે બે મહીલાની ધરપકડ કરી છે.

પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર પાંડેસરા ભેદવાડ પ્રેમનગર ખાતે રહેતા સચીન રવિન્દ્રભાઈ રણપીસે સમાજ સેવા સાથે સંકડાયેલા છે અને આારટીઆઈ એક્ટીવીસ્ટ છે. ગત જુલાઇ માસમાં પાંડેસરા ભેદવાડ પ્રેમનગરમાં અમરીશ પ્રવિણભાઈ વાછાણી (રહે.રામેશ્વરનગર, બમરોલી રોડ), રોશની વિનોદભાઈ પટેલ (રહે.રંગઅવધુતની બાજુમાં, વરાછા) અને વિજ્યાબેન દેવાભાઈ પરમાર (રહે.રંગ અવધુતની બાજુમાં, વરાછા) તેમની સોસાયટીમાં આવ્યા હતા અને પોતે સેન્ટ્રલ કોમર્શીયલ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયા માંથી આવ્યા હોવાનુ જણાવી મકાનોની નવી નંબર પ્લેટ બનાવી આપવાના બદલામાં રૂ.30-30 ઉઘરાવી રહ્યા હતા. ત્રણે સોસાયટીના 300થી વધુ રહીશો પાસેથી નંબર પ્લેટ લગાવી રૂપીયા ઉઘરાવી લીધા હતા અને લોકોને તેમના ઘરમાં રહેતા અન્ય સભ્યોને ભવિષ્યમાં સરકાર તરફથી મકાનો મળશે તેવી વાતો કરી હતી. જોકે ત્રણેની વાતો પર સચીનભાઈને શંકા જતા તેમણે તેમની પાસે સરકારનો ઓર્ડર જોવા માંગ્યો હતો. તો ત્રણેએ મહાનગર પાલીકામાં આપેલી એક અરજીની નકલ બતાવી હતી. જેથી ત્રણે લોકો સાથે છેતરપીંડી કરતા હોવાની જાણ થતા સચીનભાઈએ તેમની સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પ્રકરણમાં પાંડેસરા પોલીસે રોશની પટેલ અને વિજયાબેન પરમારની ગતરોજ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...