તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતથી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શને 1 લાખ હરિભક્તો રવાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતથી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શને 1 લાખ હરિભક્તો રવાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએપીએસનાવડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં દેશ-વિદેશનાં કરોડો હરિભક્તો શોકમગ્ન બન્યા છે. સાળંગપુર ખાતે જિલ્લા પ્રમાણે હરિભક્તો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાપાએ લાખો હરિભક્તોના જીવનમાં પરિવર્તન આણ્યું હતું. ત્યારે તેમના અંતિમ દર્શન માટે લાખોની સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુર ખાતે દોટ મુકી છે. સાળંગપુર ખાતે હરિભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી શકે તે માટે જિલ્લા પ્રમાણે અલગ-અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમા સુરત સહિતના જિલ્લાઓનાં હરિભક્તો તા.15 ઓગસ્ટ એટલે કે આજે દર્શન કરી શકશે. જેને લઇ લાખો હરિભક્તો જે સાધન મળ્યું તેમાં સાળંગપુર ખાતે પહોંચી રહ્યા છે. પૂજ્ય બાપાનાં દર્શનાર્થે વિવિધ રાજકીય નેતા સહિત તમામ અગ્રણીઓ જઇ રહ્યા છે. બાપાના બ્રહ્મલીનના સમાચાર મળતાં શનિવારે સાંજે 4 બસ ભરીને સંતો તથા હરિભક્તો સાળંગપુર ખાતે પહોંચ્યા હતા. સુરતમાંના દર્શનાર્થીઓ આજે બાપાના પાર્થિવ દેહના દર્શન કરશે. અંદાજે એકથી દોઢ લાખ હરિભક્તો સાળંગપુર જવા રવાના થયા છે. ઉપરાંત મુંબઇના પણ હરિભક્તો આજે દર્શન કરી શકશે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઇ.સ.2000માં સુલતાનાબાદ ખાતે સી.કે.પીઠાવાળા દ્વારા નિર્મિત સ્વામીનારાયણ મંદિરના ઉદ્ધાટન પ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગે તેમણે મંદિર બનાવનાર કારીગરો સાથે બેસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો