તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માસ્ટર પ્લાન SVNIT તૈયાર કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માસ્ટર પ્લાન SVNIT તૈયાર કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનામોટાભાગના જંકશનો પર પીક અવરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા પેદા થાય છે. સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પાલિકાએ તજવીજ શરૂ કરી છે. તેમાં ચાર રસ્તા પર પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે કે તેના લીધે ટ્રાફિકની સમસ્યા નહીં રહે. માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવાની જવાબદારી એસવીએનઆઇટીને સોંપવામાં આવી છે.

શહેરના ચાર રસ્તા પર સર્કલ કેટલા પહોળા હોવા જોઇએ. જ્યારે ભાગળ, ચોક જેવા ચાર રસ્તા પર કેટલા મીટર પર ઝીબ્રા ક્રોસીંગ હોવા જોઇએ, સાઇનેજ બોર્ડ કેવા હોવા જોઇએ તે સહિતનો રીપોર્ટ એસવીએનઆઇટી દ્વારા પાલિકાને આગામી દિવસોમાં સોંપશે. તેના આધારે પાલિકા દ્વારા જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટેના તમામ પગલાં ભરશે. સાથે સાથે તે પ્રમાણેનો અમલ શહેરના તમામ ચાર રસ્તા પર થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. નિયમો બનાવવામાં આવ્યા બાદ ટ્રાફિક વિભાગમાં સ્ટાફ બદલાય તો પણ તેઓને તેની પુરતી જાણકારી મળી રહે તે માટે દર વર્ષે એક વર્કશોપ કરવામાં આવશે.

ટ્રાફિક મેન્યુઅલ રાખવા ફરજિયાત

પાલિકાટ્રાફિકના મેન્યુઅલ તૈયાર કરવાની છે. તેમાં શહેરના જંકશન પર નિયમ પ્રમાણે કામ કરવાના રહેશે. પાલિકાના ટ્રાફિક વિભાગ સાથે સંકળાયેલા ઇજનેરોએ ફરજીયાત પણે ટ્રાફિકના મેન્યુઅલ રાખવા પડશે.

સિગ્નલનો ટાઇમ બદલવા રીમોટ

પીક અવરમાં જંકશનો પર ટ્રાફિક વધુ રહેતો હોય છે. જ્યારે બપોરના 1થી 4ના સમયમાં ટ્રાફિક હ‌‌ળવો રહેતો હોય છે. તેથી સિગ્નલના ટાઇમમાં વધારો કે ઘટાડો કરવા માટે ટ્રાફિક સિગ્નલ પર જવાબદાર અધિકારીને સિગ્નલના સમયમાં ફેરફાર કરવા પાલિકા દ્વારા રીમોટ કંટ્રોલ અપાશે. તેનાથી સમયમાં વધારો ઘટાડો કરી શકશે.

તબક્કાવાર અમલ

^હાલમાંટ્રાફિક મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરી એસવીએનઆઇટીને સોંપાય છે. જે 1-2 માસમાં રીપોર્ટ પાલિકાને આપવાની છે. બાદ તબક્કાવાર જંકશનો પર તેનો અમલ કરાશે. > જતીનશાહ, સિટીઇજનેર, પાલિકા

જંકશનો પર સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો