તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બોર્ડે 2 મહિના બાદ ધો.9 12માં NCERTનાં પુસ્તકો દાખલ કર્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડે 2 મહિના બાદ ધો.9-12માં NCERTનાં પુસ્તકો દાખલ કર્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી પ્રાયોગિક ધોરણે એનસીઇઆરટીના પુસ્તકો ધો.9 થી 12માં દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણય શૈક્ષણિક વર્ષ શરૂ થયાના બે માસ પછી લેવામાં આવ્યો છે. જેને કારણે જે શાળાઓએ મંજૂરી મેળવી હતી તેવી શાળાઓએ નવેસરથી એનસીઇઆરટીના પુસ્તકો વિદ્યાર્થીને ભણાવવા પડશે.

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને નીટ તેમજ જેઇઇ જેવી પરીક્ષાઓની તૈયારી કરી હરીફાઇમાં ટકી શકે માટે બોર્ડ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ રૂપે ધો.9 થી 12ના અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનમાં એનસીઇઆરટી(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)ના પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ શરૂ થયાના બે માસ બાદ લેવામાં આવ્યો છે. સુરતની 18 જેટલી શાળાઓએ બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટ માટે મંજૂરી દર્શાવી છે. હવેથી શાળાઓમાં એનસીઇઆરટીના પુસ્તકોથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાશેે.

બે માસ સુધી ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ ભણ્યા બાદ વિદ્યાર્થીઓએ હવે નવેસરથી એનસીઇઆરટીના પુસ્તકો મુજબ અભ્યાસ કરવો પડશે. નવો અભ્યાસક્રમ દાખલ કરવાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નેશનલ લેવલની પરીક્ષામાં કોઈ મુશ્કેલી નડે નહીં તે પ્રમાણે આયોજન કર્યું છે.

શિક્ષણ વિભાગ મોડે-મોડે જાગતા વિદ્યાર્થીઓને નુકસાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો