તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેસુ પાલમાં 24 કલાક પાણી માટે એજન્સીને કનેક્શન પ્રમાણે પેમેન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસુ-પાલમાં 24 કલાક પાણી માટે એજન્સીને કનેક્શન પ્રમાણે પેમેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

ન્યુનોર્થ ઝોનમાં પાલિકાએ 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવાની શરૂઆત મોટા ઉપાડે કર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં માંડ 10 હજાર કનેકશનનુ જોડાણ મેળવી શકયુ છે. જ્યારે આગામી માસમાં વેસુ અને પાલ વિસ્તારમાં 81 હજાર મિલકતદારોને 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવા માટે પાલિકાએ અલગ નિતી બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં એજન્સી પાણીના જેટલા જોડાણ કરશે તે પ્રમાણે નાણાંની ચુકવણી કરવામાં આવશે. તેના કારણે પાલિકાને વધુમાં વધુ જોડાણ મળે તે પ્રમાણેની દિશામાં આગળ વધવાની છે.

ન્યુ નોર્થ ઝોન વિસ્તાર એટલે કોસાડ, અમરોલી, છાપરાભાઠા અને વરીયાવ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા પાલિકાએ 24 કલાક પાણી પુરૂ પાડવાની યોજનાની શરૂઆત કરી હતી.તેમાં લોકોએ ઝાંઝો રસ દાખવ્યો નહીં હોવાના કારણે પાલિકાએ હપ્તા સિસ્ટમ પણ કરી આપી હતી. પરંતુ આગામી દિવસોમાં પાલ અને વેસુ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવા માટે પાણીના કનેકશન દીઠ એજન્સીને નાણાં ચુકવવામાં આવશે. તેજ પ્રમાણેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવશે. જેના કારણે એજન્સીના માણસો વધુમાં વધુ જોડાણ મેળવે તે પ્રમાણેના પ્રયત્નો હવેથી થશે અને પાલિકાના સ્ટાફને પણ તેમાંથી થોડી ઘણી રાહત થવાની શકયતા રહેલી છે. કારણ કે એજન્સી જેટલા મીટર લગાડશે તે પ્રમાણેના નાણાં વધુમાં વધુ જોડાણ થાય તે માટેના પ્રયત્નો કરશે અને તેનો સીધો લાભ સુરત મહાનગરપાલિકાને થવાનો છે.

79%

95%

97%

આગામી માસમાં

81,000

મિલકતદારોને 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવાનું આયોજન

17.8

કરોડલીટર

13.0

કરોડલીટર

8.28

કરોડલીટર

3000

લીટરસુધી પાણી મફત મળશે ત્યારબાદ પાલિકા નક્કી કરેલા દર પ્રમાણે ચાર્જ વસૂલ કરશે

પહેલી વખત પ્રમાણે કનેકશન આપવા નિર્ણય

^જેશહેરોમાં 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યાં એજન્સી દ્વારા પાણીના જોડાણ પ્રમાણે નાણા ચુકવાતા હોય છે. તેને કારણે શહેરમાં પણ આજ પ્રમાણે એજન્સીને કામ સોંપવામાં આવનાર છે. > મિલિંદતોરવણે, કમિશનર,સુરત મહાનગરપાલિકા

19 સ્કવેરકિલોમીટર વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવાની શરૂઆત કરાશે

દાયકામાં પાણીનો વપરાશ પણ વધ્યો

રાઉન્ડ ક્લોક | 6 માસમાં વેસુ અને પાલમાં 24 કલાક પાણી

2016-17

2014-15

2007-08

2016-17

2014-15

2007-08

વિસ્તારમાં 24 કલાક પાણી પહોંચાડાશે

પાલનપુરજકાતનાકાથી પાલ, અડાજણ, નવા આરટીઓની સામેનો સમગ્ર વિસ્તાર, વેસુ, મગદલ્લા, રૂંઢ, ગવિયર, ભીમરાડ અને પીપલોદના અડધા વિસ્તારમાં રહેતા લોકોને 24 કલાક પાણી પુરવઠાનો લાભ મળશે.

વધુમાં વધુ જોડાણ મળે તે પ્રમાણેની દિશા નક્કી કરવા મથામણ

ન્યૂ નોર્થ ઝોનમાં મુશ્કેલી બાદ પાલિકા તંત્રએ બોધપાઠ લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો