તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ 8 કિમી લાંબી તિરંગાયાત્રા નીકળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ 8 કિમી લાંબી તિરંગાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતમાતા કી જય, વંદે માતરમ, ઇંકલાબ જિંદાબાદ, અપના ભારત....અપના ગૌરવ, જાતીવાદ પ્રાંતવાદ....યહાં હૈ કેવલ રાષ્ટ્રવાદ જેવા નારા સાથે સ્વાતંત્ર્યદિનની પુર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સેંકડો લોકો જોડાયા હતા.

બ્રેડ લાઈન સર્કલથી અઠવાલાઈન્સ પોલીસ કોમ્યુનીટી હોલ સુધી આજે તિરંગા યાત્રા નિકળી હતી. રવિવારે સાંજે 5 વાગ્યે ઉધના મગદલ્લા રોડ બ્રેડ લાઈન સર્કલથી ત્રિરંગા યાત્રા નિકળી હતી. યાત્રા યુનિવર્સિટી વાય જંકશન , કારગીલ ચોક, એસ.વી.એન.આઈ.ટી રોડ, ટ્રાફિક સર્કલ(ચોપાટી) સર્કિટ હાઉસથી પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે સાંજે 6.30 વાગે પૂર્ણાહૂતિ થઈ હતી. યાત્રામાં રાષ્ટ્રધ્વજ સાથેની જીપની પાછળ પોલીસ બેન્ડ, પોલીસ બેન્ડની પાછળ આશરે 70 જેટલી બાઈક પર પોલીસના જવાનો સવાર હતા. ત્રિરંગા સાથેના બાઈક સવારોની પાછળ મોટી સંખ્યામાં સ્થાનિક બાઈક સવારો પણ જોડાયા હતા. સિવાય એમટીબી કોલેજના વિદ્યાાર્થીઓ, યુવાનો, ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે એબીવીપીના યુવા કાર્યકર્તાઓએ પણ સવારે તિરંગા યાત્રા કાઢી હતી.

પાલિકા અને સુરત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, ઉધના મગદલ્લા રોડ બ્રેડ લાઇનર સર્કલથી નીકળી રેલી યુનિવર્સીટી, અઠવાગેટ પોલીસ હેડક્વાટર્સ સુધી પહોંચી હતી. તસવીર- રિતેશ પટેલ

રાષ્ટ્ર ધ્વજ લઈ વંદે માતરમના નારાઓ સાથે બાઇક રેલી, શહેરમાં પોલીસ સાથે સેંકડો યંગસ્ટર્સ તિરંગાયાત્રામાં જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો