તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડાજણના શેરબ્રોકરનો ફાંસો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડાજણએલ.પી.સવાણી સ્કૂલ પાસે આવેલી વેર્સ્ટન સિટીમાં રહેતા વિનય બિપીનચંદ્ર ચોક્સી (45)એ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. શેરબ્રોકરનું કામ કરી પત્ની અને એક પુત્રનું ભરણપોષણ કરતા હતા. વિનયની પત્નીની બહેન વિદેશથી અમદાવાદ આવી હતી. જેથી વિનયની પત્ની અને પુત્ર અમદાવાદ ગયા હતા. જે સમયગાળામાં દરમિયાન વિનયે પોતાના ઘરમાં પંખા સાથે ટુવાલ બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. અમદાવાદથી પરત ફરેલા પત્ની પુત્રને ઘટનાની જાણ થતા તે ચોકી ઉઠી બૂમાબૂમ કરી નાંખી હતી. જેને કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ અડાજણ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી જઈ વિનયની લાશનો કબજો મેળવી લાશને પોશમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. હાલ પોલીસે અકસ્માત મોત મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો