તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આધારકાર્ડની માહિતી નહીં તો કર્માચારીને પગાર નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધારકાર્ડની માહિતી નહીં તો કર્માચારીને પગાર નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પાલિકામાંફરજ બજાવતા તમામ કર્મચારીઓની હાજરી મોબાઇલથી પુરવામાં આવે તેની શરૂઆત મંગળવારથી થવાની છે. પરંતુ તેમાં 3 હજાર જેટલા કર્મચારીઓએ હજુ આધારકાર્ડની માહિતી પાલિકાને આપી નહીં હોવાના કારણે સૌથી વધુ અડચણ થઇ રહી છે. આના નિવારણ માટે પાલિકાએ તમામ કર્મચારીઓને આદેશ આપ્યા છે કે જે કર્મચારીઓ આધારકાર્ડની માહિતી એક સપ્તાહમાં જમા નહીં કરાવે તેઓનો ઓક્ટોબર માસનો પગાર અટકાવી દેવામાં આવશે.

પાલિકાના ટેક્નિકલ કર્મચારીઓ ફિલ્ડમાં હોવાના ઓથા હેઠળ મોટાભાગે ઘરે અથવા તો પોતાના અંગત કામો કરતા હોવાના કારણે ફિલ્ડમાં જે જગ્યા પર હશે ત્યાંથી મોબાઇલ અને આધારકાર્ડ થકી હાજરી પુરવાની શરૂઆત 15મી ઓગસ્ટથી કરવામાં આવનાર છે. તેમાં શરૂઆતમાં ફિલ્ડમાં રહેતા કર્મચારીઓ સિસ્ટમ થકી હાજરી પુરી શકશે. જ્યારે તબક્કાવાર તમામ વિભાગના કર્મચારીઓની હાજરી આજ સિસ્ટમ થકી પુરવામાં આવશે. તેમાં તમામ કર્મચારીઓની માહિતી આધારકાર્ડ સાથે જોડી દેવામાં આવશે. પરંતુ પાલિકામાં ફરજ બજાવતા 20 હજારથી વધુ કર્મચારીઓ પૈકી 3 હજાર કર્મચારીઓએ હજુ સુધી આધારકાર્ડની માહિતી આપી નહીં હોવાથી મંગળવારથી મોબાઇલ દ્વારા હાજરી પુરવામાં સમસ્યા સર્જાવાની છે. તેને ધ્યાને રાખીને આગામી એક સપ્તાહમાં બાકી રહેલા તમામ કર્મચારીઓએ આધારકાર્ડની માહિતી તાકીદે જમા કરાવી દેવા માટે આદેશ કર્યો છે. જે કર્મચારી પાસે આધારકાર્ડ નહીં હોય તેવા કર્મચારીઓએ તાત્કાલિક આધારકાર્ડ કઢાવી લેવા માટેના પણ આદેશ કરવામાં આવ્યા છે.

પાલિકાએ નવો નુસખો અપનાવ્યો

હાજરી પૂરવા માટે આધારકાર્ડ જરૂરી , ત્રણ હજાર કર્મીઓના આધારકાર્ડ નંબર બાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો