તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • એવા આધ્યાત્મિક ગુરુ જેમણે આઝાદી માટે ધરપકડ વહોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવા આધ્યાત્મિક ગુરુ જેમણે આઝાદી માટે ધરપકડ વહોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વતંત્રપર્વની દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. અંગ્રેજ હકુમત સામે ઘણા શહીદ થઇ ગયા ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ એક આધ્યાત્મિક યોગી તેમજ લડવૈયા હતા સદગુરુ સદાફલ દેવજી મહારાજ. તેમનો જન્મ ઇ.સ. 1888માં થયો હતો. સદગુરુ સદાફલદેવજી મહારાજે ભારત દેશની આઝાદી માટે બિહારમાં દાનાપુર છાવણીમાં ભારતીય સૈનિકોને જોશપૂર્ણ ક્રાંતિકારી ભાષણ આપીને ફોજી ભાઇઓને આહવાન કર્યું હતું. અંગ્રેજ લોકોની હુકુમતમાં રહીને તમે ગોળીબાર કરીને ભારતને ગુલામીમાં સબરાવીને તમે મહાપાપ કરો છો. જેનાથી પ્રભાવિત થઇને અનેક ફૌજીઓએ પોતાના હથિયાર છોડી દઇને દેશ માટે સ્વાભિમાનની ભાવના જાગૃત કરી હતી. જોઇને અંગ્રેજોએ ઇ.સ. 1920માં ઘટનાને ઉગ્ર સ્વરૂપ સમજીને તેમની ધરપકડનો વોરંટ જાહેર કર્યો હતો. 22 ડિસેમ્બરે કેસ ચલાવીને તેમને બે વર્ષ માટે જેલવાસની સજા ફટકારી દીધી હતી. તેમણે જેલમાં સંકલ્પ લીધો કે, જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ એકપણ વાળ કે નખ નહીં કાપે. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે તેમણે વાળ અને નખ કાપ્યા હતા, જે આજે પણ વાંસદાના દંડકવન ખાતે તાંબાના કળશમાં દાર્શનિક છે. હજારો શ્રદ્ધાળુઓ તેના દર્શનાર્થે રોજ આવે છે.

સદાફલ દેવજી મહારાજના અસ્થી વાંસદામાં સચવાયા છે

સ્વતંત્રતાની લડતના કેટલાક સંવેદનશીલ સંસ્મરણો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો