તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોપર મેકઅપથી મમ્મીમાંથી ‘મોમ’ બની શકાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
> ઓઈલ બેઇઝ ક્લીનર્સનો ઉપયોગ કરો. સ્કિનને મોસ્ચ્યુરાઈઝ કરવા માટે ઓલિવ ફ્રુટ અને આલ્મંડ ઓઈલનો ઉપયોગ કરો.

> ઓઈલી ફાઉન્ડેશન વાપરતી વખતે એમાં મોસ્ચ્યુરાઈઝર ઉમેરો.

> લિપબામમાં હાઈડ્રેટીંગ ઈન્ગ્રેડિયન્સ હોવાથી તેનો ઉપયોગ કરો.

> દિવસમાં બે થી ત્રણ લિટર પાણી પીઓ અને ફ્રુટ તેમજ શાકભાજી વધારે પ્રમાણમાં ખાવા જોઇએ.

> ચહેરા પર મેક અપ લગાવતા પહેલા ચહેરા પરનાં ઓઈલી ભાગને વોશ કરી ક્લિન કરો.

> આંખ પર મેક -અપ કરતી વખતે કન્સીલર અને ઓઈલી ફાઉન્ડેશન લગાવવાનું ટાળો.

> ચહેરાને હાઈલાઈટ કરવાનાં ભાગ પર કોમ્પેક્ટ લગાવો.

> જ્યારે સ્કિન ઓઈલી લાગે ત્યારે બ્લોટીંગ પેપરનો ઉપયોગ કરી હળવેથી ઘસ્યા વિના ઓઈલ દુર કરો.

સુરતમાં ભેજનું પ્રમાણ વધારે છે જેથી વરસાદી વાતાવરણમાં સ્કિન પર લગાવવામાં આવતાં મોસ્ચ્યુરાઇઝરની સાથે બદામનું તેલ અથવા કોપરેલનો ઉપયોગ કરવો જોઈએ. ચોમાસામાં મોટાભાગે વરસાદનું પાણી સ્કિનને લાગતું હોવાથી કોમ્પેક્ટ કરતાં ઓઈલી ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ, જે લાંબો સમય સુધી સ્કિન પર રહે છે. આંખ પર મેક અપ કરવા માટે વોટર પ્રુફ અથવા ટીયર પ્રુફ મસ્કરાનો ઉપયોગ કરવો જોઈએ અને રેઈન અફેક્ટેડ લિપસ્ટીકનો ઉપયોગ કરવો જોઈએ. વોટરપ્રુફ લેબલ વાળા આઈશેડોનો ઉપયોગ કરવો જોઈએ જે વરસાદમાં પણ ખરાબ થતો નથી.

સિટી રિપોર્ટર @srt_cb‘જ્યારેમારી મમ્મી પેરેન્ટ્સ મિટીંગમાં આવે ત્યારે એની સ્ટાઇલ બીજાથી એકદમ અલગ હોય છે, સન્ડે હોય અને અમે ફેમિલી ટુર પર જઇએ ત્યારે મારી મમ્મીનો લુક તો એકદમ બેસ્ટ હોય છે. મારી મમ્મી એટલે અમારા જમાનાની એકદમ મોર્ડન મહિલા..!! બાળક ભલે આવી વાતો એમની મમ્મી સાથે શેર કરતા હોય પણ હકીગત તો છે કે બાળકો એમના મમ્મીને એકદમ અલગ સ્વરૂપમાં જોવા માંગતા હોય છે. ખાસ કરીને 30 થી 45 વર્ષની મહિલાઓ પણ વિવિધ ઓકેશન પ્રમાણે મેક અપ કરીને અલગ લુક મેળવી શકે છે.’ INIFDમાં 30 થી 45 વર્ષની મહિલાઓ અને મેક અપ વિષય પર ટ્રેનિંગ સેશનનું આયોજન કરાયું હતું, જેમાં વાત મેક અપ આર્ટિસ્ટ શૈફાલી ગોરા દ્વારા જણાવવામાં આવી હતી. સિટી ભાસ્કરે એમની સાથે વાત કરીને સુરતનાં વાતાવરણ પ્રમાણે ચોમાસામાં ક્યો મેક અપ કરી શકાય વિશે જાણ્યુ હતું.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો