તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાટક કરતાં પણ વધુ રસિક, બેક સ્ટેજનો ડ્રામા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
LIVE FROM

BACK STAGE

by Jalpesh Kalena

ના ટક ભજવાઇ રહ્યું હતું ત્યારે સ્ટેજ પર ત્રણ કલાકારો હતાં પણ સરળતાથી નાટક ભજવાઇ શકે માટે પૂરી વીસ જણની ટીમ કામે લાગી હતી. ગાંધી સ્મૃતિ ભવનમાં 102 નોટ આઉટ નાટકનો શો હતો. સુરતનો જયેશ મોરે નાટકમાં લીડ રોલ ભજવી રહ્યો છે. નાટકનાં પાંચસોથી વધારે શો થઇ ચૂક્યા છે ત્યારે સિટી ભાસ્કરે નાટકનું રિપોર્ટિંગ બેક સ્ટેજમાં રહીને કર્યું હતું. વાંચો, સિટી ભાસ્કરની નજરે નાટક શરૂ થતાં પહેલાં સ્ટેજનો માહોલ, મેકઅપ રૂમનો માહોલ, નાટક શરૂ થઇ ગયાં પછી બેકસ્ટેજનો માહોલ, ઇન્ટરવલનું સ્ટેજ અને નાટક પુરૂં થયા પછીનો માહોલ...

નાટક શરૂ થતાં પહેલાં જે પ્રોપર્ટી અને લાઇટ સેટ કરતાં બે કલાકનો સમય લાગ્યો હતો એને પેક કરતાં માત્ર દસ મિનિટનો સમય લાગ્યો. દસ મિનિટમાં આખું સ્ટેજ ખાલી થઇ ગયું. પંદર-વીસ મિનિટમાં કલાકારોએ મેકઅપ ઉતારી લીધો અને એમનાં ચાહકોએ એમને ઘેરી લીધાં..!!

દ્રશ્ય | નાટક પુરૂં થયું પછીનું સ્ટેજ સમય | 12.05

અંક પાંચમો

ઇન્ટરવલ પડ્યો કે કલાકારો મેકઅપ રૂમમાં આવીને ટચઅપ કરાવવા બેસી ગયાં. મ્યૂઝીક સંભાળતો સંદીપ અંદર આવ્યો ત્યાં પ્રેમ ગઢવીએ એનો ઉધડો લીધો, ‘તને ખબર છે, તું મ્યૂઝીક આપવાનું ભૂલી ગયેલો..!’ સંદિપે પણ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘હા, મને પણ લાગ્યું કે સીનમાં કંઇક ખૂટે છે..પછી ખબર પડી કે મારું મ્યૂઝીક ખૂટી રહ્યું છે..! ઇન્ટરવલમાં પણ કલાકારોનું રિહર્સલ ચાલુ હતું.

દ્રશ્ય | ઇન્ટરવલમાં મેકઅપરૂમ સમય | 11.10

અંક ચોથો

અંક ત્રીજો

થર્ડ બેલ પડ્યો કે કલાકારો એન્ટ્રી પર ગોઠવાઇ ગયા. સેટનાં દરવાજાની પાછળ નાનો વોર્ડરોબ બનાવી દેવાયો હતો. પહેલો સીન પૂરો થયો કે પડદા પાછળ સંતાયેલો છોકરો અંધારામાં સ્ટેજ પર ગયો અને ત્રણ સેકંડમાં ટેબલ પર ડાયરી ગોઠવી આવ્યો. એક પછી એક સીન પૂરા થતાં હતા અને કલાકારો બે કે ત્રણ સેકંડમાં કપડાં બદલી સ્ટેજ પર જતાં રહેતા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં બેક સ્ટેજ પરથી સાવ દબાતાં અવાજે એક બૂમ પડી, ‘જયેશ..તારી એન્ટ્રી નથી…પાછો આવ.. અને સ્ટેજ પર દાખલ થઇ રહેલો જયેશ મોરે હસતો-હસતો બેક સ્ટેજમાં આવી ગયો.

દ્રશ્ય | નાટકની શરૂઆત-સ્ટેજ સમય | 9.50

અમે મેકઅપ રૂમમાં ગયાં ત્યારે ત્યાં કોઇ ન્હોતું. બધાં કલાકારો સામેનાં લેડિઝ મેકઅપ રૂમમાં બેઠાં હતા. હેમેન ત્રિવેદી (ધીરુ) શોર્ટ પહેરીને બારીની બહાર જોઇ રહ્યો હતો અને જયેશ મોરે (દત્તાત્રેય વખારિયા) એને કંઇ રહ્યો હતો. નજીક જઇને કાન માંડ્યા તો સમજાયું કે બેઉ જણ રિહર્સલ કરી રહ્યાં હતા. ત્યાં પ્રેમ ગઢવી (બાબુ) બાથરૂમમાંથી શેવિંગ કરતાં-કરતાં બહાર આવી અરીસા સામે આવીને ઊભો રહી ગયો અને ડાઇલોગ બોલવા માંડ્યો. ત્રણે જણ રિહર્સલ કરવામાં વ્યસ્ત હતા ને નાટક શરૂ થવાને વીસ મિનિટની વાર હતી.

દ્રશ્ય | મેકઅપ રૂમ સમય | 8.50

અંક બીજો

દ્રશ્ય | નાટકશરૂ થયાં પહેલાં, સ્ટેજ પર… સમય| 7.50-8.40

હું ગાંધી સ્મૃતિનાં દાદર ચઢી રહ્યો હતો ત્યારે મારી સાથે લાલ રંગનું એક ફ્રિઝ ઉપર ચઢાવવામાં આવી રહ્યું હતું. સ્ટેજ પર પહોંચ્યો ત્યારે બે ફૂટ દૂરની વસ્તુ પણ માંડ જોઇ શકાય એવું અંધારું હતું. બાજુ પર એક લાંબી નિસરણી પડી હતી. એની આજુબાજુ લાલ, પીળા, કેસરી, ગુલાબી અને વાદળી રંગનાં કાગળ અને થેલી પડ્યાં હતાં. કાગળ લાઇટ પર લગાવવામાં આવી રહ્યાં હતા. ત્યાં એક જણે બૂમ પાડી. ‘હથોડીની થેલી ક્યાં છે? દાદરનો કઠેડો હાલે છે, ખીલી મારવી પડશે..!’ ત્યાં ફરી બૂમ સંભળાઇ, ‘સોહમભાઇ, ટીવી નીચેનું ટેબલ બદલી નાંખો, ખરાબ લાગે છે..!’ નાટક શરૂ થવા પહેલાં સ્ટેજ પર દોડાદોડી હતી. વિપુલ પ્રોપર્ટીનું લીસ્ટ ચેક કરી રહ્યો હતો. નિસરણી પર ચડેલો લાઇટમેન નીચે ઊભા રહેલા સંદિપને લાઇટ પ્રમાણે પ્રોપર્ટી સેટ કરાવી રહ્યો હતો. આંઠ મિનિટમાં લાઇટ અને પ્રોપર્ટી સેટ થઇ ગઇ. બરાબર 8ને ચાળીસે સેટ ગોઠવાઇ ગયો અને થર્ડ બેલ પહેલાં સંદિપે છેલ્લી બૂમ પાડી, ‘અમન..ઓલ સેટ, તું બેકસ્ટેજ જોઇ લેજે..!’

અંક પહેલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો