ઠેરના ઠેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મીમેરહોસ્પિટલમાં આચારસંહિતા લાગુ થવા પહેલા ઉતાવળે મુકાયેલા રૂ.1.65 કરોડના ડીજીટલ સબસ્ટ્રેકશન એન્જિયોગ્રાફી-મીની કેથેલબ મશીન માટે મહિના બાદ આખરે બે દર્દીઓ મળ્યા છે. હવે દર્દી મળ્યા ત્યારે એનેસ્થેટીસ્ટ હાલ ચૂંટણીને કારણે વીઆઈપી ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી દર્દીઓની સારવાર હાલ ટાળવામાં આવી છે.

સ્મીમેર રેડિયો ડાયગ્નોસિસ વિભાગમાં ડિજિટલ સબસ્ટ્રેકશન એન્જિયોગ્રાફી-મીની કેથલેબ મશીનનું 15મી ઓક્ટોબરે મેયર અને હોસ્પિટલ સમિતિના ચેરમેને લોકાર્પણ કર્યુ હતું. રૂ.1.65 કરોડના ખર્ચે જર્મનીથી આયાત મશીન લોહીની નળીઓની એન્જિયોગ્રાફી, ગેંગરિન, વેરિકોઝ વેઈન, ટ્યૂમર વેસલ્સ, જન્મજાત લોહીની નળીઓના ટ્યૂમર જેવા કે એન્જીઓમા, આર્ટિરીયો-વેન્સ માલફોર્મેશન વગેરેના ડાયગ્નોસીસ તેમજ ટ્રીટમેન્ટ માટે ઉપયોગી છે. મશીનની સર્કિટમાં ખામી હોવા છતા આચારસંહિતા પહેલા ઉતાવળે મશીનનું લોકાર્પણ થયું અને ત્યારબાદ મશીનને તાળુ મારી મૂકી દેવાયું હતું. મશીન સપ્લાયર કંપનીએ નવી સર્કિટ નાંખી આપ્યા બાદ સ્મીમેર હોસ્પિટલને મશીનથી સારવાર માટે દર્દીઓ મળતા હતા. હવે જ્યારે છેક મહિના બાદ સ્મીમેર હોસ્પિટલને બે દર્દીઓ મળ્યા ત્યારે તેમાં ચૂંટણીનું ગ્રહણ નડ્યું છે. સ્મીમેરમાં એવીનાલ ફોર્મેશનના બે દર્દીઓ આવ્યા છે. બંને દર્દીઓની સારવાર માટે રેડિયોલોજી વિભાગને એનેસ્થેટીસ્ટની જરૂર પડતા તેમને જાણ કરાઈ હતી. કમનસીબે હાલ એનેસ્થેટીસ્ટ ચૂંટણીને કારણે વીઆઈપી ડ્યૂટીમાં હોવાથી હાલ બન્નેની સારવાર ટાળવામાં આવી છે.

કયા-કયા રોગોમાં ઉપયોગ થઈ શકે

મગજનેલોહી પુરૂ પાડતી કેરોટીડ આર્ટરીમાં બ્લોકેજ, પેટનાં જુદા જુદા અવયવોને લોહી સપ્લાય કરતી શિરા અને ધમનીના રોગ, ટ્યૂમર વગેરેની સારવાર, સ્ટેન્ટ, મેટાલિક અથવા ગ્લુ એમ્બોલાઈઝેશન કરવા ઉપરાંત પ્રસૂતિ પછી વધારે લોહી વહી જવાના કેસ જેને તબીબી ભાષામાં પોસ્ટપાર્ટમ હેમરેજ કહે છે તેમાં ગર્ભાશયની લોહીની નળીનું એમ્બોલાઈઝેશન કરીને લોહી વહેતું બંધ કરી ગર્ભાશય દૂર કર્યા વિના પ્રસૂતાનો જીવ બચાવી શકાય.

એનેસ્થેટિસ્ટનોસમય મળે ત્યારે સારવાર

^ડિજિટલસબસ્ટ્રેકશન એન્જિયોગ્રાફી-મીની કેથેલબ મશીન શરૂ થઈ ગયું છે. બે દર્દીઓને એવીનાલ ફોર્મેશનની સારવાર મશીનથી આપવાની છે પરંતુ એનેસ્થેટીસ્ટ હાલ વીઆઈપી ડ્યૂટીમાં હોવાથી સમય આપી શક્યા નથી. એનેસ્થેટીસ્ટનો સમય મળ્યા બાદ સારવાર અપાશે. > મોનાશાસ્ત્રી, એચઓડી,રેડિયોલોજી ‌વિભાગ

ઈલેક્શનનું કારણ આગળ ધરી એનેસ્થેસિયા વિભાગ દ્વારા સમય અપાતાં સારવાર ટલ્લે

બે દર્દી મળ્યા ત્યારે એનેસ્થેટિસ્ટ VIP ડ્યુટીમાં વ્યસ્ત

અન્ય સમાચારો પણ છે...