• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કતારગામ અને વરાછાના ઉમેદવારો સામે વિરોધ કરાયો

કતારગામ અને વરાછાના ઉમેદવારો સામે વિરોધ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાશિ સર્કલ, વરાછા મેઇન રોડ અને આંબાતલાવડી પર હંગામો

હાર્દિકની રેલીમાં ભાજપ સામે સૂત્રો, બોર્ડ-બેનરોની તોડફોડ

સવારે 9 વાગ્યે કતારગામ ખાતે શરૂ થયેલી રેલીમાં પાસના કાર્યકરોએ ભાજપ ભગાવો, જય ભવાની, ભાજપ જવાની સાથે દેશના પ્રધાનમંત્રી માટે પણ અશોભનીય સૂત્રોચ્ચારો કર્યા હતા. કેટલાક સ્થળોએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને માટે પણ અભદ્ર નારાઓ લગાવવામાં આવ્યા હતા. રેલીમાં જોડાયેલા લોકોમાં ઉશ્કેરાટ હતો. કતારગામના રાશિ સર્કલ નજીક કતારગામ વિસ્તારના ભાજપના ઉમેદવારના રીક્ષામાં લગાવાયેલા બેનરોની તોડફોડ કરવામાં આવતા થોડીવાર માહોલ ગરમાયો હતો. જોકે, પોલીસ અને બીજા દળોનો પૂરતો બંદોબસ્ત હોવાથી કોઇ મોટો બનાવ બન્યો હતો. ઉપરાંત સાયકલ દ્વારા પ્રચાર કરતા સાયકલ સવારોને પણ પાસના કાર્યકરોએ ભગાવી દીધા હતા. ઉપરાંત વરાછા મુખ્ય માર્ગ પર વરાછાના ભાજપાના ઉમેદવારના બેનરોની તોડફોડ પણ કરાઇ હતી.

રેલી સામે મહિલાઓએ ભાજપના ઝંડા બતાવ્યા

કતારગામમાંથીશરૂ થયેલી હાર્દિક પટેલની રેલીમાં ભાજપનો એકતરફ જ્યારે ઉગ્ર વિરોધ થઇ રહ્યો હતો તેવા સમયે આંબાતલાવડી નજીક એક સ્થળે કેટલીક મહિલાઓએ હાથમાં ભાજપના ઝંડાઓ લઇ રેલી સામે વિરોધ કર્યો હતો. રેલીમાં જોડાયેલા લોકોએ પ્રતિકાર કરતા રેલી શાંતિપૂર્ણ પસાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...