• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાજપના ગઢ મજુરામાં સીએમ વિજય રૂપાણીનું શક્તિ પ્રદર્શન

ભાજપના ગઢ મજુરામાં સીએમ વિજય રૂપાણીનું શક્તિ પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિકએક્સપોઝ થઇ ગયો છે. હવે તેને અનામતમાં રસ નથી, તેવું કહીને રોડ શો માટે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે 24 કલાક પહેલા રોડશો કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આટલી બધી જગ્યાએ સ્વાગત કરવામાં આવે તેવું સુરતમાં શકય થઇ શકે.

મજૂરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સરગમ શોપીંગ સેન્ટર ખાતેથી રોડશોની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર કાફલો માહેશ્વરી ભવન, બેંક ઓફ બરોડા સર્કલ થઇને કેનાલ રોડથી ભટાર રોડ ગયો હતો. જ્યારે ભટાર રોડ પર આવેલા ફાયર સ્ટેશન પાસે રોડ-શોની પૂર્ણાહૂતિ થઈ હતી. રોડ-શોમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા 27થી વધુ જગ્યા પર મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું હતું આજે થયેલા રોડ શોમાં જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, તેને જોઇને એવું ચોક્કસ કહી શકાય કે પ્રકારનુ સ્વાગત સુરતમાં થઇ શકે. જ્યારે હાર્દિક પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાર્દિક એક્સપોઝ થઈ ગયો છે. તેને હવે અનામતમાં કોઈ રસ નથી. સમાજ હાર્દિકને હવે ઓળખી ગયો છે જેથી પાટીદારો ભાજપ સાથે રહેશે.

હાર્દિક એક્સપોઝ થઇ ગયો છે, તેને અનામતમાં રસ નથી

અન્ય સમાચારો પણ છે...